કેરીની ચોરી ન થાય તે માટે વલસાડના ખેડૂતે 15 વીંઘા ખેતરમાં 10 CCTV કેમેરા લગાવ્યા

સુરત,તા 30 એપ્રિલ 2022,શનિવાર

તાજેતરમાં લીંબુની ચોરીની ઘટના બન્યા બાદ આંબાવાડી ધરાવતા ખેડૂતો ભયનો માહોલ છે. કેરીનો પાક ઓછો છે અને ભાવ વધારે હોવાથી કેરીના પાકને લઈને ખુબ જ ચેતવણી રાખી રહ્યા છે. આ વચ્ચે વલસાડના એક ખેડૂતે 15 વીઘાના ખેતરમાં કેરી ની ચોરી ન થાય તે માટે 8-10 સીસીટીવી કેમેરા લગાવ્યા છે.

સામાન્ય રીતે લોકો પોતાના ઘરમાં કે પાર્કિંગમાં સીસીટીવી કેમેરા લગાવતા હોય છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં જ્યારે કેરીના ભાવ આસમાને છે ત્યારે આંબાવાડી ધરાવતા ખેડૂતોને કેરી ચોરાવાનો ભય લાગી રહ્યો છે. વળી તાજેતરમાં લીંબુ ની ચોરી પણ સામે આવી હતી જેને લઇને ખેડૂતો મોટા ભાગનો સમય ખેતરમાં જ કાઢી રહ્યા છે. ત્યારે વલસાડના એક ખેડૂતે પોતાના ખેતરમાં સીસીટીવી કેમેરા લગાવ્યા છે. કલવાડાના 38 વર્ષીય ખેડૂત બ્રિજેશ પટેલે 15 વીઘા ખેતરમાં CCTV કેમેરા લગાવીને ખેતરને સિક્યોર કરી દીધું છે. ભવિષ્યમાં મોટું નુકશાન ન થાય તેને લઈને તેમણે CCTV કેમરા લગાવ્યા છે.

આ અંગે ખેડૂત બ્રિજેશ પટેલે કહ્યું કે, આ વર્ષે કેરીનો પાક ઓછો છે. વાતાવરણમાં ફેરબદલ તેમજ મોર આવાની સિઝનમાં બદલાવ થયો હોવાને કારણે પાક ઓછો ઉતર્યો છે અને તેની સામે ભાવમાં વધારો થયો છે. જેને લઇને ચોરી થવાની આશંકાઓ રહે છે પરિણામે મેં ખેતરમાં 10 સીસીટીવી કેમેરા લગાવ્યા છે. હાઈ ક્વોલિટીના નાઇટ વિઝન સાથેના કેમેરાનું ઇન્ટરનેટ સાથે જોડાણ કરાવ્યું હોવાને કારણે હું મોબાઈલ સમગ્ર ખેતરમાં નજર રાખી શકુ છું. જેને લઇને હવે હવે ચિંતા ઓછી થઈ છે.



https://ift.tt/h5YGN2u from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/EWtH7v8

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ