મુંબઈ, તા. 28 એપ્રિલ 2022, ગુરૂવાર
ગુજરાત સામેની મેચમાં હૈદરાબાદના ઝડપી બોલર ઉમરાન મલિકે સૌનું દિલ જીતી લીધુ છે. બુધવારે IPL 2022માં હૈદરાબાદ અને ગુજરાત વચ્ચે મેચ રમાઈ હતી. T20માં પ્રથમ વખત ઉમરાને 5 વિકેટ લઈને શાનદાર પ્રદર્શન કર્યું હતું. આટલું જ નહી, તે આ IPLમાં તેના સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન માટે સફળ રહ્યો હતો. મેચમાં ઉમરાને 4 ઓવરમાં 25 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. પોતાની બોલિંગ દરમિયાન ઉમરાને ગુજરાતના ઓપનર રિદ્ધિમાન સાહાને 153 કિમી પ્રતિ કલાકની ઝડપે ફેંકેલા યોર્કર પર બોલ્ડ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
આ બોલ જોઈને ડગ આઉટમાં બેઠેલા બોલિંગ કોચ ડેલ સ્ટેઈન પણ ગભરાઈ ગયા અને આશ્ચર્યજનક પ્રતિક્રિયા આપી હતી. ઉમરાનની બોલિંગે ગુજરાતના બેટ્સમેનોને હેરાન અને પરેશાન કરી દીધા હતા. શુભમન ગિલ હોય કે કેપ્ટન હાર્દિક પંડ્યા, આ તમામ બેટ્સમેનો ઉમરામ મલિકના ધાતક બોલનો શિકાર બન્યા હતા.
તમને જણાવી દઈએ કે, મલિકે પણ ધમાકેદાર સ્ટાઈલમાં બોલિંગ કરીને ડેલ સ્ટેઈનને સ્તબ્ધ કરી દીધા હતા અને વિકેટ લીધા બાદ તેણે સ્ટેનની જેમ જશ્ન મનાવીને મેહફીલ લૂંટી લીધી હતી. સોશિયલ મીડિયા પર ઉમરાનની સાથે સાથે ડેલ સ્ટેન પણ ટ્રેન્ડ કરવા લાગ્યા હતા.
આ સીઝનની આઈપીએલ 2022માં સૌથી વધારે વિકેટ લેનાર બીજા બોલર પણ બની ગયા છે.
જોકે, ઉમરાનની આ ઘાતક બોલિંગ પણ હૈદરાબાદને જીત ન અપાવી શકી. આ મેચમાં ગુજરાતે હૈદરાબાદને 5 વિકેટથી હરાવ્યું હતું. છેલ્લી ઓવરમાં રાશિદ અને તેવતિયાએ 4 છગ્ગા મારીને ટીમને જીત અપાવી હતી.
https://ift.tt/5jiLeAN from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2mwS0Gl
0 ટિપ્પણીઓ