દમણની સાઈટ પર સાત ટ્રક રેતી મંગાવી બિલ્ડરે બાકી પેમેન્ટ રૂ.87,202 ચુકવ્યું નહીં


- કામરેજના રેતીના વેપારીએ કુલ રૂ.2,87,202 ની રેતી મોકલી હતી : બાકી પેમેન્ટ આપવાને બદલે મારે કોઈ પેમેન્ટ આપવાનું નથી કહી હાથ ઊંચા કરી દીધા

સુરત,તા. 29 એપ્રિલ 2022,શુક્રવાર

સુરતના કામરેજના રેતીના વેપારી પાસેથી દમણની સાઈટ પર સાત ટ્રક રેતી મંગાવી બિલ્ડરે બાકી પેમેન્ટ રૂ.87,202 નહીં ચુકવતા સરથાણા પોલીસે અરજીના આધારે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના ધારીના નાગરીયા ગામના વતની અને સુરતમાં કામરેજ નંદસાર રોડ સ્વપ્નવિલા સોસાયટી વિભાગ એ ઘર નં.314 માં રહેતા 32 વર્ષીય ભાવેશભાઇ મગનભાઇ રંગપરીયા હાલ સરથાણા વ્રજચોકથી આગળ કેનાલ રોડ પર બાલકુ કાર્ટિંગના નામે રેતીનો વેપાર કરે છે. વર્ષ 2019 માં તે વાલક પાટીયા પાસે વેપાર કરતા હતા ત્યારે એક મિત્ર થકી પરિચયમાં આવેલા બિલ્ડર મુનેશભાઇ રાખોલીયા ( રહે. પાલીહીલ એપાર્ટમેન્ટ, સુદામાચોક, મોટા વરાછા, સુરત ) ને તેમની દમણની સાઈટ પર રૂ.2,87,202 ની મત્તાની સાત ટ્રક રેતી મોકલી હતી.

મુનેશભાઈએ તે પૈકી રૂ.2 લાખ ચૂકવ્યા હત્યા. જયારે બાકીનું રૂ.87,202 નું પેમેન્ટ આપવાને બદલે મારે કોઈ પેમેન્ટ આપવાનું નથી કહી હાથ ઊંચા કરી ઉડાઉ જવાબ આપતા હોય ભાવેશભાઈએ પોલીસમાં અરજી કરી હતી.સરથાણા પોલીસે અરજીના આધારે બિલ્ડર મુનેશભાઈ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.



https://ift.tt/z1IDtwU from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/j6n2dOV

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ