IPL 2022: 'મુંબઈ ઈન્ડિયન્સ' ની સતત હારથી રોહિત શર્મા તૂટી ગયા - ઈયાન બિશપ


નવી દિલ્હી, તા. 30 એપ્રિલ 2022 શનિવાર

આઈપીએલમાં સૌથી વધારે 5 વખત ખિતાબ જીતનારી સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સની હાલત 15મી સિઝનમાં ઘણી ખરાબ જોવા મળી રહી છે. ટીમે આ તમામ ખિતાબ રોહિત શર્માની કેપ્ટનશિપમાં જીત્યા છે. આ સિઝનમાં પણ રોહિત જ કમાન સંભાળી રહ્યા છે પરંતુ ટીમે અત્યાર સુધી જીતનુ ખાતુ ખોલ્યુ નથી.

મુંબઈ ટીમે અત્યાર સુધી 8 મેચ રમી અને તમામમાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે. એવામાં ટીમ પ્લેઓફની રેસથી લગભગ બહાર થઈ ગઈ છે. આ દરમિયાન વેસ્ટઈન્ડિઝના લીજેન્ડ ઈયાન બિશપએ ખુલાસો કર્યો કે સતત હારના કારણે રોહિત શર્મા તૂટી ચૂક્યા છે.

રોહિતે કેટલાક પરિવર્તન કરવાની જરૂર છે

શુક્રવારે રમાયેલી લખનૌ સુપર જાયંટ્સ અને પંજાબ કિંગ્સની મેચ બાદ ઈયાન બિશપે સ્ટાર સ્પોર્ટસ સાથે વાત કરી. આ દરમિયાન તેમણે કહ્યુ, મુંબઈ ટીમની ગઈ હાર બાદ મે રોહિત શર્મા સાથે વાત કરી હતી. ત્યારે તે તૂટી ગયેલા જોવા મળી રહ્યા હતા. આ તે ફ્રેંચાઈજી છે, જે આઈપીએલની સૌથી સફળ ટીમ પણ છે. મને લાગે છે કે તેમને કંઈક પર્સનલ પરિવર્તન કરવાની જરૂર છે.



https://ift.tt/t8Yb1sg from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/KalyLOd

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ