- નવસારીના વાંસી-બોરસીમાં પીએમ મિત્રા પાર્ક સ્થાપવા માટે કેન્દ્રીય ટેક્ષટાઈલ મંત્રાલયની નિરીક્ષણ ટીમે સ્થળ તપાસ કરી યોગ્યતા ચકાસી
સુરત, તા. 11 મે 2022 બુધવાર
સુરતમાં નવા ટેક્ષટાઈલ ઉદ્યોગો સ્થાપવા તથા વિસ્તૃતિકરણ કરવા માટે ખૂબ જ મોટા પ્રમાણમાં ડિમાન્ડ છે. ઉદ્યોગકારોને જમીન સસ્તી મળે એ જરૂરી છે. એનાથી જ ઉત્પાદન ખર્ચ નીચે લાવી શકાશે, એમ ભારત સરકાર ટેક્ષટાઈલ મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી પ્રાજકતા વર્મા (આઇએએસ) સમક્ષ ઉદ્યોગકારોએ જણાવ્યું હતું.
નવસારીના વાંસી-બોરસી ખાતે પીએમ મિત્રા પાર્ક સ્થાપવા માટે ગુજરાત સરકારની અરજીને પગલે કેન્દ્રીય ટેક્ષટાઈલ મંત્રાલયની નિરીક્ષણ ટીમે ગત રોજ સ્થળ તપાસ કરી યોગ્યતા ચકાસી હતી.
સુરતની ટેક્ષટાઈલ ઇન્ડસ્ટ્રી માટે 1000 એકરના 3 પીએમ મિત્રા પાર્ક પણ ઓછાં પડશે એમ ટેક્ષટાઈલ ઉદ્યોગકારોએ કેન્દ્રીય ટીમ સાથેની ચર્ચામાં જણાવ્યું હતું.
મિટીંગમાં ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ હાજર તમામ અધિકારીઓને દક્ષિણ ગુજરાતમાં પીએમ મિત્રા પાર્ક સ્થાપવાની યોગ્યતા વિશે પ્રેઝન્ટેશન કરી સમજાવ્યું હતું અને જણાવ્યું હતું કે, ઝડપી રોકાણ માટે કેન્દ્ર સરકારની ટીટીડીએસ સ્કીમની મંજૂરી મળવી જોઇએ તથા ટેક્ષટાઈલ ક્ષેત્ર માટે રિન્યુએબલ એનર્જીની ખાસ પોલિસી તાત્કાલિક ધોરણે આપવી જોઇએ.
મિટીંગમાં ભારત સરકાર ટેક્ષટાઈલ મંત્રાલયમાંથી જોઇન્ટ સેક્રેટરી પ્રાજકતા વર્મા (આઇએએસ), ડેપ્યુટી સેક્રેટરી રવિ શંકર શુકલ, ડિરેકટર સૌરભ કુલકર્ણી, જીઆઇડીસીના જોઇન્ટ એમ.ડી. બી. જી. પ્રજાપતિ તથા ચીફ એન્જીનિયર બી.સી. વારલી, જીઆઇડીસી તથા જીપીસીબીના અધિકારીઓ, નવસારીના કલેકટર અમિત પ્રકાશ યાદવ તથા ટેક્ષટાઈલ ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યાં હતાં.
https://ift.tt/QMhg9s3 from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Fl7simd
0 ટિપ્પણીઓ