અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં 46 ડિગ્રી વિક્રમી ગરમી


અમદાવાદ તા. ૧૨ મે, 2022 ગુરુવાર

હવામાન વિભાગે જાહેર કર્યાં સત્તાવાર આંકડા જાહેર કર્યા છે જેમાં અમદાવદ ખાતે ગુરૂવારે 46 ડ્રિગ્રી તાપમાન નોંધાયું હતુ.

રાજ્યમાં અન્ય શહેરોની વાત કરીએ તો ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 45.9 ડિગ્રી તો જૂનાગઢ અને અમરેલીમાં 44.6 ડિગ્રી મહત્તમ તાપમાન જોવા મળ્યું હતુ.

આ સિવાય રાજકોટમાં 44.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. અમરેલીમાં 45 ડિગ્રી અને ભાવનગરમાં પણ મહત્તમ 45 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ.

રવિવારથી ગુજરાતમાં શરૂ થયેલા ગરમી પ્રકોપમાં બુધવારે અમદાવાદ ખાતે તાપમાન ૪૫.૮ ડિગ્રી અને કેટલાક સ્થળોએ ૪૭ ડિગ્રી સુધી પહોંચ્યા બાદ આજે પણ ગરમીમાં કોઈ રાહત નથી. સ્કાયમેટ વેધરના જણાવ્યા અનુસાર આજે બપોરે ગરમીનો પારો ૪૫ ડિગ્રી હતો અને એવી શક્યતા છે કે આગામી એક કલાકમાં તે ૪૬ આસપાસ પહોંચે.

સ્કાયમેટના ચીફ મીટીરીયોલોજીસ્ટ મહેશ પલવતે જણાવ્યું હતું કે ત્રણ દિવસથી શરુ થયેલો આ હિટવેવ હજુ ૧૭ કે ૧૮ મે સુધી જોવા મળે અને એમાં કોઈ રાહત મળે એવી શક્યતા નથી. શકય છે કે શુક્રવાર કે શનિવારે સુરત થી ઉત્તર મહારાષ્ટ્ર વચ્ચે સામાન્ય છાંટા કે વરસાદ આવે, ગાજવીજ થાય પણ તે ઘટના પણ બહુ રાહત આપી શકે એમ નથી.

અમદાવાદ ખાતે મે મહિનામાં છેલ્લા ૧૦૦ વર્ષનો ૪૮ ડિગ્રી તાપમાનનો વિક્રમ છે. અત્યારે જે રીત ગરમી પડી રહી છે ત્યારે આ વિક્રમ પણ તૂટી શકે છે.

ગત સપ્તાહે અરબ સાગરમાં એન્ટી સાયકલોન હવાના કારણે ગુજરાતમાં થોડી રાહત જોવા મળી હતી. હવે આવી કોઈ સ્થિતિ નથી. અત્યારે ગરમ પવન ઉત્તર પૂર્વીય દિશામાંથી પાકિસ્તાન, ભુજ, નલિયા, મહેસાણા અને અમદાવાદ તરફ ફૂંકાય રહ્યા છે. ઉત્તર ભારતમાં પણ કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી એટલે ગરમીમાંથી રાહત મળે એવી કોઈ શક્યતા નથી.

તેમણે આશા વ્યક્ત કરી હતી કે ૧૭ મે આસપાસ શક્યતા છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે પ્રી મોન્સુન એકટીવિટી થાય તો તાપમાન ઘટી શકે છે અન્યથા ગુજરાતમાં હિટ વેવ હજુપણ યથાવત રહી શકે છે.



https://ift.tt/6NQZVdB from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/7r8ZkcE

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ