લ્યો બોલો હવે સુરત મ્યુનિ. કમિશનર નામે ફોન કરી લોકો પાસે પૈસાની માંગણી


- રાજસ્થાનના 7728969760 નંબર પરથી સુરતના કેટલાક લોકો પાસે પૈસાની ડિમાન્ડ કરતાં પાલિકાએ આ નંબર મ્યુનિ. કમિશનરનો નથી તેનો ખુલાસો કરવો પડ્યો

સુરત,તા. 10 મે 2022,મંગળવાર

સુરતમાં સામાન્ય લોકો સાથે સાથે હવે મ્યુનિ. કમિશનર નામે પણ સાયબર છેતરપિંડીનો બનાવ બની ગયો છે. એક અજાણ્યા નંબર પરથી સુરતના કેટલાક લોકો પાસે મ્યુનિ. કમિશનરના નામે પૈસાની ડિમાન્ડ કરતાં પાલિકા તંત્ર પણ ચોંકી ગયું છે. પાલિકા તંત્રને એક કરતાં વધુ ફરિયાદ મળતા જે નંબર પરથી પૈસાની ડિમાન્ડ થઈ રહી છે તે નંબર મ્યુનિ. કમિશનરનો નથી તેનો ખુલાસો કરવો પડ્યો  છે. 

સુરત મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની નામે  7728969760 નંબર પરથી સુરતના કેટલાક લોકોને ફોન કરવામાં આવ્યા છે તો કેટલાક લોકોને મેસેજ કરવામાં આવ્યા છે. આ નંબર સુરત મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની વે છે અને તેમને પૈસાની જરૂર છે તેથી પૈસા મોકલવા માટે ડિમાન્ડ કરવામાં આવે છે. કેટલાક લોકોએ મ્યુનિ. તંત્રનું આ અંગે ધ્યાન દોરતા સુરત મ્યુનિ. કમિશનર ઓફિસ દ્વારા જાહેર ખુલાસો કરવામાં આવ્યો છે. 

પાલિકા કમિશનર કચેરી તરફથી જે ખુલાસો કરવામાં આવ્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે કે 7728969760 નંબર મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની નો નથી તેથી આ નંબર પરથી કોઈ પણ પ્રકારના મેસેજ અથવા ફોન આવે તો તો ધ્યાને ન લેવા માટે આદેશ અનુસાર જણાવવામાં આવે છે. 

સુરતના કેટલાક લોકોને મેસેજ કે ફોન આવતાં આ અંગેની જાણ મ્યુનિ. તંત્રને કરવામાં આવી છે. પરંતુ આ ફોન કે મેસેજથી કોઈએ પૈસા આપ્યા છે કે નહીં તેની કોઈ પ્રકારની માહિતી બહાર આવી નથી. પાલિકા કમિશનરના નામનો ઉપયોગ કરી લોકો પાસે પૈસાની ડિમાન્ડ કરવામાં આવે છે તેમ છતાં પાલિકા જાહેર ખુલાસો કર્યો છે પરંતુ હજી સુધી આ અંગે કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. 



https://ift.tt/doIAzqs from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/xlBYRep

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ