તાપી, તા. 11 મે 2022 બુધવાર
છેલ્લા કેટલાક સમયથી સુરત અને તાપી જિલ્લામાં દીપડાઓ પાંજરે પુરાવાની ઘટનાઓમાં વધારો થયો છે. એક અઠવાડિયા પહેલાં જ સુરત જિલ્લામાં 3 દીપડાના બચ્ચા પકડાયા હતા. જેને જંગલખાતાએ ફરી તેની માતા પાસે છોડી મુક્યા હતા. તો આજે તાપી જિલ્લાના વાલોડના પેલાડ બુહારી ગામેથી દીપડી પાંજરે પુરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે ગત રવિવારના રોજ દીપડાનું પરિવાર લટાર મારતો હોઈ એવો વીડિયો વાયરલ થયો હતો. તાપી જીલ્લાના વાલોડ તાલુકામાં આશરે 2 વર્ષ ની દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોમાં હાશકારો અનુભવ્યો હતો.
ગત રવિવારના રોજ દીપડાનું પરિવાર લટાર મારતો હોઈ એવો વીડિયો વાયરલ થયો હતો . જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. વન વિભાગે તાત્કાલિક પાંજરું ગોઠવી દીપડાને પકડવા કવાયત હાથ ધરી હતી. રાત્રીના સમયે દીપડી પાંજરે પુરાઈ જેને લઈ વન વિભાગ દ્વારા દીપડી નો કબજો લઈ ઊંડાણના જંગલમાં છોડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
https://ift.tt/l4yQ6JB from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/VrwD0Wv
0 ટિપ્પણીઓ