કેટરિના પ્રેગનન્ટ હોવાની અટકળબાજી શરૂ


મુંબઈ : અભિનેત્રી કેટરિના કૈફ પ્રેગનન્ટ હોવાની અટકળો થઈ રહી છે. જોકે, કેટરિનાની ટીમે આ સમાચાર નકાર્યા હોવાના પણ અહેવાલો છે. હવે આ બાબતે વિકી કે કેટરિના તરફથી સત્તાવાર જાહેરાતની રાહ જોવાય છે. 

જોકે, વિકી અને કેટરિના રિલેશનશિપમાં હતાં ત્યારે પણ ક્યારેય તેમણે પોતાના સંબંધો સત્તાવાર જાહેર કર્યા ન હતા. લગ્નના ચાર ફેરા ફરી લીધા પછી તેની તસવીરો તેમણે સોશિયલ મીડિયા પર રિલીઝ કરી એ જ તેમના સંબંધનું તેમના તરફથી સત્તાવાર કન્ફર્મેશન હતું. આથી, આ બાબતે પણ કેટરિના અને વિકી પ્રાયવસી જાળવવાનું વધારે પસંદ કરે તેવી શક્યતા છે. 

કેટલાંક ન્યૂઝ પોર્ટલ દ્વારા એવા સમાચાર પ્રગટ કરાયા હતા કે કેટરિના બે મહિનાથી પ્રેગનન્ટ છે . તે અને વિકી કૌશલ હાલ તેમના લગ્નજીવનનો શ્રેષ્ઠ તબક્કો માણી રહ્યા છે. 

જોકે, અન્ય કેટલાંક પોર્ટલ દ્વારા આ બાબતે કેટરિનાની ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ ટીમ દ્વારા જણાવાયું હતું કે કેટરિનાનું સંપૂર્ણ ફોક્સ તેની કેરિયર પર છે. 

કેટરિના ટૂંક સમયમાં જી લે જરા ફિલ્મનું શૂટિંગ પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટ સાથે શરૂ કરવાની છે. 

ઉલ્લેખનીય છે કે ગયા ડિસેમ્બર માસમાં કેટરીના અને વિકી કૌશલે સવાઈ માધોપુર ખાતે લગ્ન કર્યાં હતાં. 

આ યુગલ તેમની સંયુક્ત તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતું રહે છે.

દરમિયાન વિકી કૌશલની ટીમે પણ કેટરિના પ્રેગનન્ટ હોવાના અહેવાલોને નરી અટકળબાજી ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ અહેવાલોમાં કોઈ તથ્ય નથી.



https://ift.tt/kgrGjuP

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ