- IPLની 15મી સિઝનમાં ઉમરાને અત્યાર સુધી 9 મેચમાં 15 વિકેટ લીધી છે
નવી દિલ્હી, તા. 02 મે 2022, સોમવાર
સનરાઈઝર્સ હૈદરાબાદનો ઝડપી બોલર ઉમરાન મલિક IPL 2022માં તેની તોફાની બોલિંગથી તબાહી મચાવી રહ્યો છે. ઉમરાનની 150 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ સામે મોટા-મોટા બેટ્સમેનો પણ ઘૂંટણિયે પડવા મજબૂર થઈ ગયા છે. એક દિવસ અગાઉ જ જમ્મુ કાશ્મીરના આ 22 વર્ષના પેસરે ચેન્નાઈ સુપર કીંગ્સની સામેની મેચમાં સિઝનનો સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ઉમરાને 154 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો, જે સિઝનનો સૌથી ઝડપી બોલ છે. તેમણે ગુજરાત ટાઈટન્સના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યૂસનનો રેકોર્ડ તોડ્યો છે.
IPLની 15મી સિઝનમાં ઉમરાને અત્યાર સુધી 9 મેચમાં 15 વિકેટ લીધી છે. જેમાં ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ પણ સામેલ છે. ઉમરાન બેટ્સમેનો માટે કોઈ ખરાબ સપના જેવો સાબિત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં બેટ્સમેને બોલરનો સામનો કઈ રીતે કરવો તેને લઈને પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે રમૂજી સલાહ આપી છે. ગાવસ્કરની રમૂજી સલાહ
સુનિલ ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટસ પર રમૂજી અંદાજમાં કહ્યું કે, ઉમરાનની ફાસ્ટ બોલિંગથી બચવું હોય તો બેટ્સમેનોએ એક રન લઈને નોન-સ્ટ્રાઈકર એન્ડ પર આવી જવું જોઈએ.
એટલું જ નહીં ઉમરાનથી પોતાના ત્રણેય સ્ટમ્પ છૂપાવી લેવા જોઈએ. જેથી જ્યારે તે બોલ ફેંકવા માટે દોડે છે, ત્યારે તેણે તે જોવા માટે સખત મહેનત કરવી પડશે કે બેટ્સમેનનો ઓફ-સ્ટમ્પ અથવા લેગ-સ્ટમ્પ ક્યાં છે ?
ઉમરાને CSKની સામે 48 રન બનાવ્યા
ચેન્નાઈ સુપર કીંગ્સ સામેની મેચ ઉમરાન માટે સારી નહોતી રહી. તે આ મેચમાં ઘણા મોંઘા સાબિત થયા હતા. તેણે તેની 4 ઓવરના ક્વોટામાં 12ના ઈકોનોમી રેટથી 48 રન આપ્યા હતા. ચેન્નાઈના બેટ્સમેનોએ તેના બોલ પર 6 ચોગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા અને ચેન્નાઈ સુપર કિંગ્સે 13 રનથી મેચ જીતી લીધી. આવી સ્થિતિમાં ઉમરાનની નજર આગામી મેચમાં જોરદાર વાપસી પર રહેશે.
https://ift.tt/WZyKve0 from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/qyfIiav
0 ટિપ્પણીઓ