નવી દિલ્હી, તા. 10 મે 2022 મંગળવાર
બે વખતના ચેમ્પિયન કલકત્તા નાઈટરાઈડર્સે રેકોર્ડ પાંચ વખતના વિજેતા મુંબઈ ઈન્ડિયન્સને 52 રનથી હરાવીને આઈપીએલમાં પોતાની પ્લેઓફમાં પહોંચવાની આશાને જીવિત રાખી છે. આઈપીએલની 56મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના અનુભવી ઝડપી બોલર જસપ્રીત બુમરાહે ધારદાર બોલિંગ કરી. બુમરાહે વર્તમાન સિઝનની પોતાની સૌથી બેસ્ટ સ્પેલ ફેંકી. તેમણે 5 વિકેટ હોલ પોતાના નામે કરી. યોર્કર સ્પેશિલિસ્ટના નામથી વિખ્યાત આ ઝડપી બોલરે પોતાની શરૂઆતી 3 ઓવરમાં જ 5 વિકેટ ઝટકી લીધા હતા, જેમાં એક ઓવર મેડન ઓવર પણ રહી.
જસપ્રીત બુમરાહે આઈપીએલની સાથે સાથે ટી20 કરિયરમાં પહેલીવાર 5 વિકેટ હોલ પોતાના નામે કર્યા. જમણા હાથના આ ઝડપી બોલરે પોતાની ચાર ઓવરના કોટામાં 10 રન આપીને 5 વિકેટ લીધી. બુમરાહની ધારદાર બોલિંગના કારણે કેકેઆરની ટીમ 2 વિકેટ પર 123 બાદ 20 ઓવરમાં 9 વિકેટ પર 165 રન જ બનાવી શકી. મુંબઈના ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં બુમરાહની શાનદાર વાપસીથી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ઘણી ખુશ જોવા મળી. બુમરાહની પત્ની સંજના ગણેશન પણ પોતાના પતિના 5 વિકેટ હોલની સાક્ષી બન્યા. સ્ડેડિયમમાં હાજર સંજના ઘણી ખુશ જોવા મળી.
સંજના ગણેશને પોતાની ખુશી સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી. તેમણે ટ્વીટર પર આગ વાળા 3 ઈમોજી સાથે લખ્યુ, મારા પતિ ફાયર છે. સંજનાનુ આ ટ્વીટ થોડી જ વારમાં વાયરલ થઈ ગયુ. બુમરાહ પાવરપ્લેમાં એક પણ વિકેટ લઈ શક્યા નથી.
જસપ્રીત બુમરાહે પોતાની ત્રીજી ઓવરમાં 3 વિકેટ લીધી
કેકેઆરએ શરુઆતી 6 ઓવરમાં એક વિકેટ પર 64 રન બનાવ્યા હતા. મુંબઈના આ ઝડપી બોલરે કેકેઆરની ઈનિંગની 15મી ઓવરમાં આંદ્રે રસેલ અને સેટ બેટ્સમેન નીતીશ રાણાને પવેલિયનનો રસ્તો બતાવો. જે બાદ 18મી ઓવરમાં વાપસી કરતા પેટ કમિંસ, સુનીલ નરેન અને શેલ્ડન જેક્શનને પોતાના શિકાર બનાવ્યા. તેમણે પોતાની ત્રીજી ઓવરમાં ત્રણ વિકેટ લીધી. આ દરમિયાન તેમણે એક પણ રન ખર્ચ કર્યા નથી.
કેકેઆરની 12મી મેચમાં 10 પોઈન્ટ થઈ ગયા છે
આ જીતથી નાઈટ રાઈડર્સની 12 મેચમાં 10 પોઈન્ટ થઈ ગયા છે અને ટીમ સાતમા સ્થાને પહોંચી છે. મુંબઈની ટીમ પહેલા જ પ્લે ઓફની દોડથી બહાર થઈ ચૂકી છે અને 11 મેચમાં ચાર પોઈન્ટની સાથે અંતિમ સ્થાન પર ચાલી રહી છે. નાઈટ રાઈડર્સના 166 રનના લક્ષ્યનો પીછો કરતા મુંબઈની ટીમ કમિંસ. આંદ્રે રસેલ અને ટિમ સાઉદીની ધારદાર બોલિંગની સામે સલામી બેટ્સમેન ઈશાન કિશનની અડધી સદી છતાં 17.3 ઓવરમાં 113 રન પર ઢેર થઈ ગઈ.
Holy moly! My husband is 🔥🔥🔥
— Sanjana Ganesan (@SanjanaGanesan) May 9, 2022
https://ift.tt/PJrqbAO from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/SrcOP7s
0 ટિપ્પણીઓ