સુરત: પાલિકાના ફુડ વિભાગે આજે મરી મસાલાનું વેચાણ કરતી સંસ્થાઓમાં પાડ્યા દરોડા


- પાલિકાના આરોગ્ય વિભાગના સતત બીજા દિવસે દરોડા

- મરી મસાલાની દુકાન માંથી સેમ્પલ લઇ ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલાયા

સુરત,તા. 10 મે 2022,મંગળવાર

સુરત મહાનગર પાલિકાના ફુડ વિભાગે ગઇકાલે કેરીના રસનું વેચાણ કરતી સંસ્થાઓ માં દરોડા પાડયા બાદ આજે મરી મસાલાનો વેચાણ કરતી સંસ્થાઓ માં દરોડા પાડયા છે. મસાલા સેમ્પલ લઇને તેને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે.

ઉનાળો શરૂ થતાની સાથે જ સુરતની અંદર કેરીના રસ ઉપરાંત વર્ષ દરમિયાન ભરવા માટે મસાલા નું વેચાણ પૂરજોશમાં શરૂ થાય છે. મરી મસાલાના ધંધામાં ઘણીવાર હોવાની ફરિયાદ બહાર આવે છે. હાલમાં મસાલા નું વેચાણ શરૂ થતાની સાથે જ પાલિકા તંત્રના ફુડ વિભાગે સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી છે.

સુરત મહાનગર પાલિકાના તમામ ઝોનમાં મસાલા નું વેચાણ કરતી સંસ્થાઓ માં થી સેમ્પલ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. દુકાનો માંથી લેવામાં આવેલા સેમ્પલને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે. સેમ્પલ ના પરિણામ બાદ જો સેમ્પલ નાપાસ થશે તો દુકાનદાર સામે કેસ કરવામાં આવશે.

સુરત મહાનગરપાલિકા મરી મસાલાના વેચાણ કરતી દુકાનોમાંથી હાલ સેમ્પલ લઇ રહી છે. પરંતુ આ સિઝનમાં શહેરમાં અનેક ઝોનમાં સીઝનલ ધંધો કરતા મસાલાના સ્ટોલ શરૂ થઈ જાય છે. સૌથી વધુ ભેળસેળની ફરિયાદ આવા સ્કૂલમાં થકી હોય છે. જેના કારણે આવા સ્ટોલમાં સૌથી વધુ ચકાસણી જરૂર હોય તેવી લોકોની માંગણી છે.



https://ift.tt/DvimwB5 from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/mpKcUBg

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ