સુરત: લાજપોર જેલ ખાતે રમઝાન માસમાં કેદીઓ માટે યોજાઈ ઇફતાર પાર્ટી

સુરત,તા. 2 મે 2022,સોમવાર

રમઝાન માસ પૂર્ણ થવા પહેલા સુરતની લાજપોર જેલમાં કેદીઓ માટે એક ઈફતાર પાર્ટી યોજાઈ હતી. આરએસએસના વડા મોહન ભાગવતના સમગ્ર દેશમાં માહોલ બદલાયો છે .જેમાંનું એક ઉદાહરણ સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં જોવા મળ્યું છે,પવિત્ર રમઝાન માસમાં જેલમાં યોજાયેલ ઇફતાર પાર્ટીના જેલમાં બંધ તમામ કોમના કેદીઓ એક સાથે રોઝા ખોલવા માટે ભેગા થયા હતા. આ કાર્યક્રમમાં ભાજપ લઘુમતિ મોરચાના રાષ્ટ્રીય મહા મંત્રી સૂફી સંત પણ ઉપસ્થિત રહ્યા હતા.

લાજપોર જેલમાં કોઈપણ તહેવાર હોય કેદીઓ માટે અનોખું આયોજન કરવામાં આવતું હોય છે. હાલમાં મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે, ઇસ્લામિક વર્ષના નવમા મહિના રમજાનમાં મુસ્લિમ સવારથી સાંજ સુધી રોજા રાખે છે, જે દરમિયાન તેઓ કંઇપણ ખાતા નથી. આ દરમિયાન મુસ્લિમ સવારે ઉઠીને સેહરી કરે છે અને ત્યારબાદ સાંજે રોજા ખોલતા પહેલા કંઇ ખાતા નથી અને કંઇ પીતા નથી. સાંજે રોજા ખોલતી વખતે કરવામાં આવતા ભોજનને ઇફ્તાર કહેવામાં આવે છે. સુરત લાજપોર જેલ ખાતે મુસલમાન ભાઈઓએ ઇફતારી કરી હતી અને ત્યારબાદ રોઝા ખોલ્યા હતા.


સુરતની લાજપોર જેલમાં હાલમાં અંદાજિત ત્રણ હજાર કેદીઓ છે. જેમાં 70થી વધુ મહિલા કેદીઓનો સમાવેશ થાય છે, જેલમાં બંધ બંને કોમના કેદીઓ એક સાથે ઇફતાર કરતા નજરે આવ્યા હતા, અને આ જેલમાં બંધ કેદીઓ વચ્ચે એકતા અને સદભાવની એક અદભૂત મિસાલ પણ છે. જેલમાં અંદાજિત 450 જેટલા મુસ્લિમ કેદીઓ છે, જે રોઝા પણ રાખી રહ્યા છે, લાજપોર જેલ પ્રશાસને રમજાન માટે સારી વ્યવસ્થા પણ કરી છે. લાજપોર જેલમાં શ્રવણ માસના પવિત્ર મહિનામાં હિન્દૂ કેદીઓ માટે ખાદ્ય સામગ્રી મોકલવામાં આવતી હોય છે.તેવી જ રીતે રમઝાન મહિનામાં મુસ્લિમ કેદીઓ માટે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે.



https://ift.tt/vMbnrc4 from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/aqolYJ4

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ