આપના નેતાઓ ભાજપ કાર્યાલય પર હુમલો કરવા આવ્યા હતા : શહેર ભાજપ પ્રમુખ


- અમે કોઈને નડીશું નહી અમને કોઈ નડશે એને છોડીશું નહિ યુવા ભાજપ પ્રમુખ

સુરત,તા. 2 મે 2022, સોમવાર

સુરતના ઉધના ભાજપ કાર્યાલય ખાતે આપ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન બાદ  શહેર ભાજપ દ્વારા આપ ઉપર સામે આક્ષેપ કરવામાં આવ્યો હતો. ભાજપે કહ્યું હતું કે,  આપ ના નેતાઓ અમારી પર હુમલો કરવા માટે આવ્યા હતા. આ ઉપરાંત એક નેતાએ કહ્યું હતું કે અમે કોઈને નડતાં નથી પરંતુ અમને કોઈ નડશે એને છોડીશું પણ નહીં. 

ભાજપ કાર્યાલય પર આમ આદમી પાર્ટીના  કાર્યકર -નેતાઓના વિરોધ પ્રદર્શન વખતે થયેલી છુટ્ટા હાથની મારામારી બાદ શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા એ કહ્યું હતું., રોજની જેમ ભાજપના નેતાઓ અને કાર્યકરો ભાજપ કાર્યાલય પર બેઠા હતા.ભુતકાળમાં અમારા પ્રદેશ કાર્યાલય પર આપના કાર્યકરોએ તોડફોડ કરી હતી તેનો અમને ખરાબ અનુભવ છે તેવી ઘટના સુરતમાં ન બને તે માટે અમે કાર્યાલય પર જ બેઠા હતા. પરંતુ આપના નેતાઓ કાર્યાલય પર હુમલો કરવા માટે આવ્યા હતા તેથી પોલીસ કોર્ડન તોડીને તેઓ કાર્યાલય પર આવવાનો પ્રયાસ કરતાં હતા અને કાર્યકરો સામ સામે થઈ ગયા હતા.

યુવા ભાજપ પ્રમુખ ભાવિન ટોપીવાલાએ કહ્યું હતું , રાષ્ટ્રની સેવા કરવા માટેનું અમારા કાર્યાલય  અમારા માટે કેન્દ્ર બિંદુ છે અમારા કેન્દ્ર બિંદુ પર કોઈ હુમલો કરવામાં આવે તે ચલાવી લેવામાં આવશે નહીં. અમે કોઈને નડતા નથી  પરંતુ અમને  કોઈ નડે છે તેને અમે છોડીશું પણ નહીં. તો એક કોર્પોરેટરે કહ્યું હતું, અમે અમારા કાર્યાલય ર બેઠા હતા પરંતુ વિરોધ પ્રદર્શનના નામે આપ ના કાર્યકરો અમારા કાર્યાલય પર હુમલો કરવા માટે આવ્યા હતા. પોલીસનું કોર્ડન તોડીને તેઓ તેમની સાથે આવેલા કેટલાક અસામાજિક તત્વો સાથે ધસી આવ્યા હતા અને અમારા કેટલાક કાર્યકરો સાથે ઝપાઝપી કરી હતી. 



https://ift.tt/ocsa4Bt from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/mqeYhOV

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ