ભારતમાં એક્ટર્સને ખબર જ નથી કે એક્ટિંગ કોને કહેવાય, પ્રકાશ ઝાએ છેડ્યો બોલીવૂડ વર્સિસ હોલીવૂડ વિવાદ


નવી દિલ્હી, તા. 12 મે 2022

ગંગાજલ, અપહરણ જેવી હિટ ફિલ્મોના નિર્દેશક પ્રકાશ ઝાએ હવે બોલીવૂડ વર્સિસ હોલીવૂડના વિવાદ છેડયો છે.

તાજેતરમાં ગોવાફેસ્ટમાં હાજર રહેલા પ્રકાશ ઝાએ કહ્યુ હતુ કે, મને ભારતમાં કામ કરતા અભિનેતાઓથી નફરત હતી કારણકે તેમને ખબર જ નથી કે એક્ટિંગ શું હોય છે. હું પોતે મારી કલાને વધારે સુધારવા માટે લંડન, પેરિસ અને ન્યૂયોર્ક જેવા શહેરોમાં યોજાતા એક્ટિંગ વર્કશોપમાં ભાગ લેવા માટે ગયો હતો. જ્યાં હું અભિનેતાઓની ભાષાને સમજતો હતો.

પ્રકાશ ઝાનુ માનવુ છે કે, હોલીવૂડ અને બોલીવૂડના અભિનેતાઓમાં આ જ મોટુ અંતર છે. હોલીવૂડના અભિનેતાઓ વર્કશોપમાં ભાગ લેતા હોય છે અને પોતાના અભિનયમાં સતત સુધારો કરવાનો પ્રયત્ન કરતા હોય છે. મને એટલા માટે જ ભારતમાં અભિનેતાઓ સાથે કામ કરવાનુ પસંદ નહોતુ. તેઓ જાણતા નથી કે એક્ટિંગ શું હોય છે. મને ક્યારેય કોઈ અભિનેતાએ ભારતમાં પૂછ્યુ નથી કે, શૂંટિંગ ક્યારે થશે, ટાઈમિંગ શું હશે અને કયા લોકેશન પર ફિલ્મ શૂટ થશે?

પ્રકાશ ઝા ફિલ્મોની સાથે સાથે વેબ સિરિઝ પણ બનાવી રહ્યા છે.તેમની આશ્રમ સિરિઝ ખાસી ચર્ચામાં રહી હતી અને આ સિરિઝની નવી સિઝન પણ રિલિઝ થવા માટે તૈયાર છે. જેમાં બોબી દેઓલ અગાઉની જેમ મુખ્ય ભૂમિકામાં નજરે પડશે.



https://ift.tt/M0o1UQw

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ