- મેયરે ત્રણ દિવસમાં સમગ્ર વિગત માગી હતી સાત દિવસ બાદ પણ વિગતો નહીં મળતા બીજો પત્ર લખ્યો
સુરત,તા. 10 મે 2022,મંગળવાર
સુરત મહાનગરપાલિકાની 30 એપ્રિલ ની સામાન્ય સભામાં વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરવાના હાઇવોલ્ટેજ ડ્રામા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. પાલિકાના સામાન્ય સભા પૂરી થયા બાદ વિપક્ષના સભાખંડમાં રાત્રી રોકાણ કેવી રીતે થયું અને સુવિધા કેવી રીતે મળી ? તે અંગે ત્રણ દિવસમાં ખુલાસો માગ્યો છે. આટલી ગંભીર નોંધ છતાં પાલિકા તંત્રએ મેયરના પત્રને અવગણ્યો છે અને સાત દિવસ બાદ પણ કોઈ ખુલાસો મળ્યો નથી તેથી મેયરે બીજો પત્ર લખી જવાબદાર સામે પગલાં ભરવાની માગ કરી છે.
સુરતમાં કેજરીવાલની હજારી હતી તે દિવસે એટલે કે 30 એપ્રિલના રોજ પાલિકાના વિપક્ષે સભાના અધ્યક્ષ એવા મેયરની મંજૂરી વિના સભાગૃહમાં ધરણા પર બેઠા હતા અને રાતવાસો કર્યો હતો. આ પ્રકરણમાં બીજે દિવસે સિક્યુરિટી-પોલીસની મદદથી આપના કાર્યકરોને ગૃહની બહાર કઢાયા હતા. સમગ્ર ઘટનામાં મેયરે ત્રણ દિવસમાં વિવિધ ત્રણ મુદ્દે વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવા મનપા કમિશનર સમક્ષ નોંધ રજૂ કરી હતી અને જવાબદાર સામે પગલાં ભરવા મનપા કમિશનરને તાકીદ કરી હતી
પાલિકાના મેયર હેમાલી બોઘાવાલાએ પાલિકાના સભાખંડ માં બનેલી ગંભીર ઘટના બાદ સિક્યુરિટી વિભાગની ગંભીર ભૂલ બહાર આવી હતી તેના માટે ત્રણ દિવસમાં રિપોર્ટની નોંધ મૂકી હતી પરંતુ તે પત્રને સાત દિવસ પુરા થયા હોવા છતાં પાલિકા તંત્રએ મેયરના પત્રનો જવાબ આપવાની તસ્દી લીધી નથી.
આ અંગે જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી, કરેલ કાર્યવાહીની જાણ કરવા ઉપરાંત 30-4-2022 સાંજે 7:05 કલાકથી બીજે દિવસે બપોરે 3:15 કલાક સુધી વિવિધ ત્રણ મુદ્દે માગવામાં આવેલ સંપૂર્ણ માહિતી નો રિપોર્ટ રજૂ કરવા તાકીદ કરી છે.
https://ift.tt/UhSr4sW from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/w6EfM57
0 ટિપ્પણીઓ