નવી દિલ્હી, તા. 02 મે 2022 સોમવાર
લખનૌ સુપર જાયન્ટ્સે આઈપીએલની 45મી મેચમાં દિલ્હી કેપિટલ્સને 6 વિકેટથી હરાવીને પ્લેઓફમાં પહોંચવાની પોતાની દાવેદારીને મજબૂત કરી લીધી છે. કેએલ રાહુલની કેપ્ટનશિપ વાળી સુપર જાયન્ટ્સે વર્તમાન સિઝનમાં રમેલી પોતાની 10 મેચમાંથી 7 મા જીત નોંધાવીને પોઈન્ટ ટેબલમાં 14 માર્ક્સ સાથે બીજુ સ્થાન મેળવી લીધુ છે. દિલ્હી કેપિટલ્સ સામે મેચ ઘણી રોમાંચક રહી. આ મેચની છેલ્લી ક્ષણમાં લખનૌ સુપર જાયન્ટ્સના મેંટૉર ગૌતમ ગંભીર પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શક્યા નહીં, તેઓ અપશબ્દ કહેતા કેમેરામાં કેદ થઈ ગયા. ગંભીરનો આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.
દિલ્હી કેપિટલ્સને જીત માટે છેલ્લી ઓવરમાં 22 રનની જરૂર હતી. દિલ્હી તરફથી કુલદીપ યાદવ અને અક્ષર પટેલ ક્રીજ પર હાજર હતા. લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી મેચની છેલ્લી ઓવર માર્કસ સ્ટોયનિસ લઈને આવ્યા. સ્ટોયનિસની ઓવરના પહેલા જ બોલ પર કુલદીપે સિક્સર ફટકારી. બીજો બોલ વાઈડ થઈ ગયો. આગલા બોલ પર કુલદીપે દોડીને એક રન લીધો. આગલા ત્રણ બોલ પર કોઈ રન બન્યો નહીં. છેલ્લા બોલ પર અક્ષરએ સિક્સર ફટકારી પરંતુ તે જીત માટે પૂરતો નહોતો. પોતાની ટીમની જીતને લઈને ગંભીર એટલા એગ્રેસિવ થઈ ગયા કે તેમના મોંઢેથી અપશબ્દ નીકળી ગયા.
પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 3 વિકેટે 195 રન બનાવ્યા હતા. તેમના વતી કેપ્ટન કે.એલ રાહુલે 51 બોલમાં 77 રનની ઇનિંગ રમી હતી જ્યારે દીપક હુડ્ડા 34 બોલમાં 52 રન બનાવીને આઉટ થયો હતો. વિકેટકીપર ઓપનર ક્વિન્ટન ડી કોક 13 બોલમાં 23 રન બનાવીને આઉટ થયો હતો. દિલ્હી તરફથી શાર્દુલ ઠાકુરે ત્રણેય વિકેટ લીધી હતી.
196 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની ટીમ 7 વિકેટે 189 રન જ બનાવી શકી હતી. દિલ્હી તરફથી કેપ્ટન રિષભ પંતે 44 જ્યારે અક્ષર પટેલે 44 રન બનાવ્યા હતા. તેણે 42 રનની ઇનિંગ રમી હતી. રોવમેન પોવેલ 35 રન બનાવીને આઉટ થયો હતો. સુપર જાયન્ટ્સ તરફથી મોહસીન ખાને 4 વિકેટ લીધી હતી.
https://ift.tt/3LtZirs from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/va5B68P
0 ટિપ્પણીઓ