- મુંબઈ સોમવારે ડીવાઈ પાટીલ સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 52 રનથી હારી હતી
મુંબઈ, તા. 10 મે 2022, મંગળવાર
આઈપીએલના ઈતિહાસની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ(Mumbai Indians) લીગની 15મી સિઝનમાં પોતાના અત્યાર સુધીના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. ટીમ આ સિઝનમાં પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની ચૂકી છે. મુંબઈ સોમવારે ડીવાઈ પાટીલ સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 52 રનથી હારી હતી. આ હારની સાથે જ રોહિત શર્માની કેપ્ટનશી વાળી મુંબઈ ઈન્ડિયન્સના નામે વધુ એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે. મુંબઈની આઈપીએલ 2022માં 11 મેચોમાં આ 9મી હાર હતી.
આ હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સ હવે આઈપીએલની કોઈ એક સિઝનમાં સૌથી વધારે મેચ હારનારી પ્રથમ ટીમ બની ગઈ છે. મુંબઈની ટીમ આ અગાઉ આઈપીએલની કોઈ એક સિઝનમાં આટલી મેચ નહોતી હારી. 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ આ પહેલા 2018, 2014 અને 2009માં 8-8 અને 2021, 2016 તથા 2012માં 7-7 મેચ હારી હતી.
કોલકાતાએ મુંબઈને 22 રનથી હરાવ્યું
મેચની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સના કપ્તાન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને કોલકાતાએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. જસપ્રીત બુમરાહની 5 વિકેટ અને ઈશાન કિશનનો અર્ધસતક ટીમને કામ ન આવ્યો અને ટીમે 52 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
કોલકાતા સામે મુંબઈનો બીજો સૌથી ઓછો સ્કોર છે. આ અગાઉ ટીમ 2012માં વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા સામે 108 રનમાં જ આઉટ થઈ ગઈ હતી. આઈપીએલના ઈતિહાસમાં આ બીજી વખત છે જ્યારે કોલકાતાએ મુંબઈને સતત ત્રણ મેચમાં હરાવ્યું હોય.
https://ift.tt/m05cbou from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3f6sai2
0 ટિપ્પણીઓ