એલોન મસ્કે Twitterનો સોદો અટકાવ્યો

નવી દિલ્હી,તા.13 મે 2022,શુક્રવાર

વિશ્વજગતના સૌથી મોટા ટેક્નોલોજી સોદા ટ્વિટર-મસ્ક ડીલ ખોરંભે ચઢી છે. ટ્વિટરના સ્પામ અને ફેક એકાઉન્ટની અપૂરતી માહિતીને કારણે આ સોદો કાર્યકારી ધોરણે અટકાવવામાં આવ્યો છે. આ અંગેની જાહેરાત ખુદ એલોન મસ્કે કરી છે.

ટ્વિટરને ખરીદવા માટેની ઓફર કરનાર એલોન મસ્કે કહ્યું ટ્વિટરના કુલ 22.9 કરોડ યુઝર્સમાં કેટલાક નકામા ખોટા, સ્પામ એકાઉન્ટ અંગે ચોક્કસ માહિતી મળે નહિ ત્યાં સુધી આ સોદો મુલતવી રાખવામાં આવ્યો છે. 

ટ્વિટરના આધિકારીક નિવેદન અનુસાર તેમના કુલ યુઝર્સમાં આ પ્રકારના ફેક એકાઉન્ટ 5% જ છે. 

એલોન મસ્કે અગાઉ એક નિવેદનમાં જણાવ્યું હતુ કે મારી સૌથી મોટી જરૂરિયાત ટ્વિટરના ખોટા સ્પામ એકાઉન્ટને બંધ કરવાની છે અને "spam bots"ને પ્લેટફોર્મ પરથી દૂર કરવાની છે.

વધુ વાંચોઃ 44 અબજ ડોલરમાં ટ્વીટર હવે મસ્કની માલિકીની: સ્વતંત્રતા અભિવ્યક્તિ સામે પ્રશ્ન

ટ્વિટરનો શેર ધડામ :

વિશ્વના સૌથી ધનાઢ્ય એલોન મસ્કે આ સોદાને અભરાઈએ ચઢાવતા ટ્વિટરના શેરમાં મસમોટો કડાકો નોંધાયો છે. ટ્વિટરનો શેર પ્રી માર્કેટ સેશનમાં 24%ના કડાકા સાથે 34.49 ડોલરના લેવલે કામકાજ કરી રહ્યો છે.

વધુ વાંચોTwitter CEO પરાગ અગ્રવાલે કંપની ભરતી પર મૂક્યો પ્રતિબંધ, 2 વરિષ્ઠ અધિકારીઓને કાઢી મૂક્યા



https://ift.tt/xA0V58b from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/h5bJ0LF

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ