બિહારના દિગ્ગજ નેતા શરદ યાદવનું 75 વર્ષની વયે નિધન

બિહારના દિગ્ગજ નેતા અને JDUના પૂર્વ પ્રમુખ શરદ યાદવનું ગુરુગ્રામ ખાતે 75 વર્ષની વયે નિધન થયું છે.

તેમના નિધન અંગેની જાણકારી તેમની પુત્રીએ ટ્વિટ કરીને આપી હતી. બિહારની રાજનીતિમાં એક અલગ ઓળખ ધરાવતા શરદ યાદવની વિદાયથી દરેક વ્યક્તિ શોકમાં ગરકાવ થઈ ગયો છે. તેમની સમાજવાદી રાજનીતિએ લોકોમાં લોકપ્રિય બનાવ્યા હતા. નેતા શરદ યાદવે ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

બિહારના ઉપમુખ્યમંત્રી અને RJD નેતા તેજસ્વી યાદવે ટ્વીટ કરીને શરદ યાદવના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણ લખ્યું, “મંડલ મસીહા, વરિષ્ઠ આરજેડી નેતા, મહાન સમાજવાદી નેતા અને મારા આદરણીય શરદ યાદવજીના અકાળ અવસાનના સમાચારથી હું દુ:ખી છું. આ દુ:ખની ઘડીમાં સમગ્ર સમાજવાદી પરિવાર પરિવારના સભ્યો સાથે છે.

Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/SMjCA98 https://ift.tt/CtcnwqR

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ