રજત પાટીદારે RCBના કેપ્ટન તરીકે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે અડધી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. આ સ્ટેડિયમમાં CSK સામે અડધી સદી ફટકારનાર તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો બીજો કેપ્ટન બન્યો છે. તેણે વિરાટ કોહલીનો 12 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. શુક્રવારે ફિલ સોલ્ટ અને વિરાટ કોહલીએ આરસીબીની ઇનિંગ્સની શરૂઆત કરી હતી. ધોનીના શાનદાર સ્ટમ્પિંગના કારણે પ્રથમ વિકેટ સોલ્ટ (32)ના રૂપમાં પડી હતી. આ પછી દેવદત્ત પડિકલ (27) અને વિરાટ કોહલી (31)એ ટૂંકી પરંતુ મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. પરંતુ કોહલી બાદ લિયામ લિવિંગસ્ટોન આઉટ થયા બાદ આરસીબી પર દબાણ વધવા લાગ્યું પરંતુ રજત પાટીદારે આ સમયે શાનદાર અડધી સદી રમી હતી.
રજત પાટીદારે 12 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
રજત પાટીદારે 32 બોલમાં 51 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં કેપ્ટને 3 સિક્સ અને 4 ફોર ફટકારી હતી. ચેપોકમાં અડધી સદી ફટકારનાર પાટીદાર RCBનો બીજો કેપ્ટન છે. તે પહેલા, 13 એપ્રિલ 2013ના રોજ, વિરાટ કોહલીએ છેલ્લી વખત ચેપોકમાં કેપ્ટન તરીકે અડધી સદી ફટકારી હતી. ત્યારથી, તે આ મેદાન પર અડધી સદી ફટકારનાર એકમાત્ર RCB કેપ્ટન હતો. જો કે વિરાટ કોહલીએ અગાઉ 2012માં ચેપોકમાં CSK સામે અડધી સદી ફટકારી હતી, પરંતુ તે સિઝનમાં RCBની કમાન ડેનિયલ વેટોરીના હાથમાં હતી.
રજત પાટીદાર RCBનો 7મો કેપ્ટન
રજત પાટીદારને IPL 2025 માટે RCBનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તેમના પહેલા આ ટીમના 6 કેપ્ટન રહી ચૂક્યા છે. ટીમના પહેલા સુકાની રાહુલ દ્રવિડ હતા, જેમણે 2008માં કમાન સંભાળી હતી. તેમના પછી કેવિન પીટરસન, અનિલ કુંબલે, ડેનિયલ વેટોરી, વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસે પણ RCBની કમાન સંભાળી છે.
https://ift.tt/i3cPaNn
from SANDESH | RSS https://ift.tt/2BZ8D35
via IFTTT
0 ટિપ્પણીઓ