GT Vs PBKS Live: અમદાવાદમાં ગુજરાત-પંજાબ વચ્ચે ટક્કર, કોણ મારશે બાજી?

આજે IPL 2025 ની પાંચમી મેચ ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. 18મી સીઝનમાં બંને ટીમો વચ્ચે આ પહેલી મેચ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાંજે 7.30 વાગ્યે GT અને PBKS વચ્ચે મુકાબલો થશે. ટોસ સાત વાગ્યે થશે. GTનું નેતૃત્વ સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ કરે છે. ગયા સિઝનમાં GT આઠમા સ્થાને રહ્યું. જ્યારે પંજાબનું નેતૃત્વ શ્રેયસ ઐયર કરશે. ઐયર આઈપીએલના સફળ કેપ્ટનોમાંના એક છે. તેમની કેપ્ટનશીપ હેઠળ, કોલકાતા નાઈટ રાઈડર્સ એ ગયા વર્ષે ટ્રોફી જીતી હતી. પરંતુ ટાઈટલ જીતવા છતાં, KKR એ ઐયરને રિટેન કર્યો ન હતો. ઐયરના નેતૃત્વમાં, દિલ્હી કેપિટલ્સ 2020માં ફાઈનલમાં પહોંચી હતી. હવે ઐયર પંજાબ માટે પ્રથમ ટાઈટલ જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.


https://ift.tt/wbECm6V
from SANDESH | RSS https://ift.tt/nFhomtb
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ