IPL 2025: રિયાન પરાગ આ નિયમ તોડનાર બીજો કેપ્ટન બન્યો, ફટકારાયો દંડ

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રેયાન પરાગને ધીમી ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો છે. IPL 2025માં સ્લો ઓવર રેટ માટે દોષિત ઠરનાર રિયાન પરાગ બીજો કેપ્ટન છે. તેના પહેલા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને પણ આ માટે દંડ ફટકારવામાં આવ્યો છે. રાજસ્થાને CSK સામે 6 રને જીત મેળવી હતી, જે બાદ તેના કેપ્ટન રિયાન પરાગને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ તે રકમ છે જે IPL ટીમોના કેપ્ટનને ચુકવવી પડશે જો તેઓ ધીમા ઓવર રેટ માટે દોષિત ઠરે છે.

રિયાન પરાગ પર દંડ, IPLએ તેની પ્રેસ રિલીઝમાં શું કહ્યું?

IPL દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે ધીમા ઓવર રેટને લઈને રિયાન પરાગની ટીમની આ પહેલી ભૂલ છે, તેથી IPL આચાર સંહિતાની કલમ 2.22 હેઠળ તેમના પર 12 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે.

એમઆઈના કેપ્ટન હાર્દિક પંડ્યાને પણ દંડ ફટકારવામાં આવ્યો છે

રેયાન પરાગ પહેલા, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને પણ IPL 2025માં ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં ધીમી ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો હતો. તે મેચમાં તેણે એક મેચનો પ્રતિબંધ ભોગવીને પુનરાગમન કર્યું હતું. ધીમી ઓવર રેટના કારણે તેના પર તે પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો હતો. વાસ્તવમાં, જો કોઈ કેપ્ટન એક સિઝનમાં ત્રણ વખત ધીમી ઓવર રેટ માટે દોષી સાબિત થાય છે, તો તેના પર એક મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવે છે.

રાજસ્થાન 6 રને જીત્યું

મેચમાં રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટે 182 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટાર્ગેટથી 6 રન ઓછા રહી. તેણે 20 ઓવરમાં 6 વિકેટે માત્ર 176 રન બનાવ્યા હતા. CSKને જીતવા માટે છેલ્લી ઓવરમાં 19 રન બનાવવાના હતા. પરંતુ ઝડપી બોલર સંદીપ શર્માએ સફળતાપૂર્વક તેનો બચાવ કર્યો અને પોતાની ટીમ માટે મેચ જીતી લીધી.

રિયાને કેપ્ટન્સી અને બેટિંગ બંનેમાં જમાવટ કરી દીધી

રિયાન પરાગની વાત કરીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં તેની કેપ્ટન્સી અને બેટિંગ બંને કામ કર્યું હતું. તેણે ધોની માટે જે રીતે સ્પિનરોની ઓવર બચાવી, તેના કેપ્ટન તરીકેના નિર્ણયની ખૂબ પ્રશંસા થઈ. બેટિંગ દરમિયાન તેણે 28 બોલમાં 37 રનની અજોડ ઇનિંગ પણ રમી હતી.


https://ift.tt/kmQDdH4
from SANDESH | RSS https://ift.tt/myzMx48
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ