IPL 2025: પેટ કમિન્સે બેટથી ઈતિહાસ રચ્યો, આવી સિદ્ધિ મેળવનાર પ્રથમ બોલર

IPL 2025ની 7મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ માટે કંઈ ખાસ ન હતી. 27 માર્ચે, તેમને લખનૌ સુપર જાયન્ટ્સ સામે 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ શ્રેણીમાં SRH ટીમની આ પ્રથમ હાર હતી. અગાઉ, તે પ્રારંભિક મેચમાં જીતવામાં સફળ રહી હતી. ભલે ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ કેપ્ટન પેટ કમિન્સે ખાસ યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. પેટ કમિન્સે IPLમાં એક એવી સિદ્ધિ હાંસલ કરી હતી જે પહેલા માત્ર 3 બેટ્સમેન કરી શક્યા હતા.

પેટ કમિન્સે બેટથી ઈતિહાસ રચ્યો

આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદની બેટિંગ કંઈ ખાસ રહી ન હતી. પરંતુ પેટ કમિન્સે પોતાની બેટિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. કમિન્સે તેની ઇનિંગ્સના પ્રથમ ત્રણ બોલ પર સતત ત્રણ સિક્સર ફટકારીને IPLમાં આ સિદ્ધિ મેળવનાર ચોથો ખેલાડી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. તેમના પહેલા સુનીલ નારાયણ, નિકોલસ પુરન અને એમએસ ધોની આ અનોખી ક્લબનો ભાગ બની ચૂક્યા છે. પરંતુ આ યાદીમાં સામેલ થનાર તે પ્રથમ બોલર છે.

સનરાઇઝર્સ હૈદરાબાદની ઇનિંગ્સની 17મી ઓવરમાં પેટ કમિન્સ બેટિંગ કરવા આવ્યો હતો

સનરાઇઝર્સ હૈદરાબાદની ઇનિંગ્સની 17મી ઓવરમાં પેટ કમિન્સ બેટિંગ કરવા આવ્યો હતો. તેણે લખનૌના ફાસ્ટ બોલર શાર્દુ ઠાકુર સામે આક્રમક વલણ અપનાવ્યું અને પહેલા જ બોલ પર એક શાનદાર સિક્સ ઓવર પોઈન્ટ ફટકારી, બીજો બોલ ફુલ ટોસ હતો જેને તેણે સીધો સાઈટ સ્ક્રીન પર મોકલ્યો. આ પછી તેણે અવેશ ખાસના બોલ પર સિક્સર પણ ફટકારી અને 3 બોલમાં 18 રન બનાવ્યા. જોકે તે પછીના જ બોલ પર આઉટ થઈ ગયો હતો. તેની આ નાની ઈનિંગે ટીમના સ્કોરમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. જેના કારણે SRH 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 190 રન બનાવી શક્યું હતું.

ટીમનો સૌથી સફળ બોલર પણ હતો

જો કે પેટ કમિન્સની કેપ્ટન્સીવાળી સનરાઈઝર્સ હૈદરાબાદને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તે બોલ સાથે પોતાની ટીમનો સૌથી સફળ બોલર પણ હતો. તેણે 3 ઓવરમાં 29 રન આપ્યા અને 2 વિકેટ લીધી. જો કે, આ પ્રદર્શન તેની ટીમની જીત માટે પૂરતું નહોતું, કારણ કે લખનૌએ 191 રનનો ટાર્ગેટ માત્ર 16.1 ઓવરમાં મેળવી લીધો હતો.


https://ift.tt/5V1Icu8
from SANDESH | RSS https://ift.tt/0WeyRAH
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ