મહેન્દ્ર સિંહ ધોનીના ફેન્સની કમી નથી. તેઓ કંઇ પણ કરે તો તરત જ હેડલાઇન બની જાય છે. ત્યારે રાજસ્થાન રૉયલ્સ સામે 30 માર્ચે આઇપીએલની મેચ રમી તેમાં પણ આવુ જ કંઇક થયુ. આ તરફ મેદાન પર ધોની આઉટ થયો અને બીજી તરફ સ્ટેડિયમમાં બેઠેલી એક છોકરી રાતો રાત વાયરલ થઇ ગઇ. આવો જાણીએ એવો તો શું કર્યુ તે વાયરલ ગર્લએ રાતોરાત વાયરલ થઇ ગઇ.
રિએક્શન થયુ વાયરલ
રાજસ્થાન સામે જીતવા માટે ચેન્નાઈ સુપર કિંગ્સને છેલ્લી ઓવરમાં 20 રન બનાવવાની જરૂર હતી. ધોની સ્ટ્રાઈક પર હતો અને સંદીપ શર્મા બોલિંગ કરી રહ્યો હતો, જેણે ઓવરની શરૂઆત વાઈડથી કરી. પરંતુ જ્યારે તેણે પહેલો કાયદેસર બોલ નાખ્યો, ત્યારે ધોનીએ મોટો શોટ લેવાનો પ્રયાસ કર્યો પણ તે બાઉન્ડ્રી પર કેચ થઈ ગયો. ધોની આઉટ થયા પછી સ્ટેડિયમમાં બેઠેલી છોકરીનું દિલ તૂટી ગયુ. તેણે જે પ્રકારનું રિએક્શન આપ્યુ તે જબરદસ્ત વાયરલ થયુ છે.
વાયરલ ગર્લએ ખેંચ્યુ ધ્યાન
વાયરલ થયેલી છોકરીએ જે પ્રકારની પ્રતિક્રિયા આપી છે તે સ્પષ્ટપણે દર્શાવે છે કે તે ધોનીની મોટી ચાહક છે. તેના ચહેરા પર એવા ભાવ હતા જાણે કે ધોનીને આઉટ કરતા તેને ગુસ્સો આવ્યો હોય આ છોકરીના હાવભાવ જોઈને, કોમેન્ટેટર પણ એમ કહેતા સાંભળવામાં આવ્યા કે દિલ તૂટ ગયા. ધોનીના આઉટ થવાથી લાખો ચાહકોના દિલ તૂટી જાય છે તેમાં કોઈ શંકા નથી. પરંતુ, ગુવાહાટી સ્ટેડિયમમાં હાજર છોકરીએ જે પ્રકારની પ્રતિક્રિયા આપી તેના કારણે, લોકોએ સોશિયલ મીડિયા પર તેના વિશે ચર્ચાઓ કરતા થાકતા નથી.
ધોનીની વિકેટ પડતા જ..
રાજસ્થાન રોયલ્સ સામે ધોનીના પ્રદર્શનની વાત કરીએ તો, તેણે 11 બોલમાં 16 રન બનાવ્યા, જેમાં એક છગ્ગો અને એક ચોગ્ગો સામેલ હતો. આ બીજી વખત હતું જ્યારે સંદીપ શર્માએ એમએસ ધોનીની વિકેટ લીધી. અને, તે એવા સમયે લેવામાં આવ્યું કે આખી મેચ બદલાઈ ગઈ. ધોની ક્રીઝ પર હોવાથી ચાહકો CSKની જીતની આશા રાખતા હતા. પરંતુ તેના આઉટ થવાથી ચાહકોને નિરાશા સાંપડી અને CSKની જીતની આશા પણ ચકનાચૂર થઈ ગઈ.
https://ift.tt/r4aybTS
from SANDESH | RSS https://ift.tt/Yq9XoaJ
via IFTTT
0 ટિપ્પણીઓ