રોહિત શર્માના સ્થાને બીજી ઈનિંગમાં ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવેલા મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી વિગ્નેશ પુથુરને IPLમાં ડેબ્યૂ કરવાની તક મળી. તેને આ તકનો પૂરો ઉપયોગ કર્યો અને પોતાના IPL ડેબ્યૂને યાદગાર બનાવ્યું.
વિગ્નેશે CSK કેપ્ટન ઋતુરાજ ગાયકવાડના રૂપમાં પોતાની પહેલી IPL વિકેટ લીધી. ત્યારબાદ તેને વિસ્ફોટક બેટ્સમેન શિવમ દુબેને આઉટ કર્યો. તેને પોતાના સ્પેલમાં 32 રન આપીને કુલ 3 વિકેટ લીધી.
રાહુલ ત્રિપાઠીની વિકેટ પડ્યા પછી, ઋતુરાજ ગાયકવાડ અને રચિને 67 રનની પાર્ટનરશિપ કરીને CSKને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું. ત્યારબાદ પોતાની ડેબ્યૂ મેચ રમી રહેલા વિગ્નેશ પુથુરે 2 વિકેટ લઈને મુંબઈ ઈન્ડિયન્સની જીતની આશા વધારી દીધી. તેને આઠમી ઓવરના પાંચમા બોલે ઋતુરાજ ગાયકવાડ (53) ને કેચ આઉટ કરાવ્યો. આ તેની પહેલી IPL વિકેટ છે. ત્યારબાદ તેને 10મી ઓવરમાં શિવમ દુબે (9) ને આઉટ કર્યો. IPL ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સે વિગ્નેશ પુથુરને 30 લાખ રૂપિયામાં ખરીદ્યો.
ડેબ્યૂ મેચમાં લીધી 3 વિકેટ
વિગ્નેશ પુથુરે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની પોતાની ડેબ્યૂ મેચમાં કુલ 3 વિકેટ લીધી હતી. તેને પોતાની 4 ઓવરમાં 32 રન આપ્યા. તેને ઋતુરાજ ગાયકવાડ અને શિવમ દુબે પછી દીપક હુડ્ડાના રૂપમાં ત્રીજી વિકેટ લીધી. કેપ્ટન સૂર્યકુમારે 3 ઓવર પછી પોતાનો ઓવર રોક્યો, આ એક મોટી ભૂલ સાબિત થઈ કારણ કે તેને 3 ઓવરમાં 3 વિકેટ લઈને મુંબઈ માટે વાપસી કરી. CSK એ આ મેચ 4 વિકેટથી જીતી લીધી. ટીમે છેલ્લી ઓવરના પહેલા બોલ પર 156 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો.
વિગ્નેશ પુથુર હજુ સુધી ઘરેલુ ક્રિકેટ રમ્યો નથી
ડાબોડી સ્પિનર વિગ્નેશ પુથુરે 11 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. કેરળ ક્રિકેટ લીગની પહેલી સીઝનમાં તે એલેપ્પી રિપલ્સ ટીમનો ભાગ હતો. પુથુરે તે ટુર્નામેન્ટમાં ફક્ત ત્રણ વિકેટ લીધી હતી, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ સ્કાઉટ્સનું ધ્યાન ખેંચ્યું, જેને તેને ટ્રાયલ માટે આમંત્રણ આપ્યું.
વિગ્નેશ પુથુર હજુ સુધી ઘરેલુ ક્રિકેટમાં કેરળ ટીમ માટે રમ્યો નથી. પરંતુ આ પહેલા જ તેને પોતાનો IPL કરાર સુરક્ષિત કરી લીધો હતો. આઈપીએલની ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સે તેને 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.
https://ift.tt/9UjfTbH
from SANDESH | RSS https://ift.tt/ayNiOeJ
via IFTTT
0 ટિપ્પણીઓ