IPLમાં ટોસ જીત્યા બાદ ટીમ પહેલા ફિલ્ડીંગ કરવાનું કેમ પસંદ કરે છે?

જેમ જેમ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2025) આગળ વધી રહી છે તેમ તેમ તેના વલણો પણ સ્પષ્ટ થઈ રહ્યા છે. આ સિઝનમાં 6 મેચ રમાઈ છે. આ બધામાં એક વાત કોમન રહી છે કે જે પણ ટીમ ટોસ જીતે તેણે પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો. ટોસ જીતનાર 4 ટીમોએ પણ મેચ જીતી હતી. જોકે, એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે પહેલા બોલિંગ કરવી એ જીતની ગેરંટી નથી.

IPL 2025 ની શરૂઆત 22 માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચેની મેચ સાથે થઈ હતી. આ મેચમાં RCBએ ટોસ જીત્યો હતો. તેણે પહેલા મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યું. આ પછી તેણે મેચ પણ જીતી લીધી હતી. ટોસ જીત્યા બાદ પ્રથમ ફિલ્ડીંગ કરવાનો આ ટ્રેન્ડ 22 થી શરૂ થયો હતો અને અત્યાર સુધી ચાલુ છે. આગામી 5 મેચોમાં રાજસ્થાન રોયલ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સે પણ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ટોસ જીત્યા બાદ પહેલા ફિલ્ડીંગની પસંદગી કેમ

ટોસ જીત્યા બાદ પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરવાના બે કારણો છે. પ્રથમ- ભારતના મોટા ભાગના મેદાનો રાત્રી મેચ દરમિયાન ઝાકળથી પ્રભાવિત થાય છે. આ બોલિંગને પાછળથી મુશ્કેલ બનાવે છે. આ કારણોસર ટીમો પાછળથી બેટિંગ કરવા માંગે છે. પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરવાનું બીજું કારણ પીચ છે. ઘણીવાર કેપ્ટન નવી પીચ પર પહેલા બેટિંગ કરવાનું જોખમ લેવા માંગતા નથી. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે શનિવારે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ બાદ કહ્યું, 'અમે આ પીચ પર પહેલીવાર રમી રહ્યા છીએ. જ્યારે પણ અમે અહીં રમીએ છીએ ત્યારે પિચની પ્રકૃતિ બદલાઈ જાય છે. એટલા માટે અમે પાછળથી બેટિંગ કરવા માંગીએ છીએ.

ટોસ ફરી બન્યો બોસ

આઈપીએલમાં અત્યાર સુધી રમાયેલી છ મેચોમાંથી માત્ર ચારમાં ટોસ જીતનારી ટીમ જ જીતી શકી છે. રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ એકમાત્ર એવી ટીમ છે જે ટોસ જીત્યા પછી પણ હારી ગઈ હતી. રાજસ્થાન રોયલ્સનો સનરાઈઝર્સ હૈદરાબાદ દ્વારા 44 રને પરાજય થયો હતો. પંજાબ કિંગ્સે જરાત ટાઇટન્સને 11 રને હરાવ્યું છે. એટલે કે આ બંને મેચમાં ટોસ જીતવાનો ફાયદો મળી શક્યો ન હતો. તેનાથી વિપરિત જે ટીમ ટોસ હારી ગઈ તે મેચ જીતી ગઈ.


https://ift.tt/AdXTMje
from SANDESH | RSS https://ift.tt/2YBEwfT
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ