Malaika Arora મેચમાં દિગ્ગજ ક્રિકેટર સાથે મળી જોવા, ડેટિંગની ચર્ચાઓએ પકડ્યું જોર

આઈપીએલ મેચોમાંથી વિચિત્ર અને આશ્ચર્યજનક તસવીરો સામે આવતી રહે છે. રવિવારે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં રાજસ્થાનનો 6 રનથી વિજય થયો હતો. પરંતુ CSK ની હાર કરતાં વધુ, બોલીવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા ચર્ચામાં આવી છે.

ચેન્નાઈ-રાજસ્થાન મેચ દરમિયાન, મલાઈકા અરોરા શ્રીલંકાના મહાન ક્રિકેટર કુમાર સંગાકારા સાથે બેઠેલી જોવા મળી હતી. સંગાકારા આરઆર ટીમના ક્રિકેટ ડાયરેક્ટર છે. સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે મલાઈકા પણ રાજસ્થાન રોયલ્સ જર્સીમાં જોવા મળી હતી.

મલાઈકા અરોરાનું અર્જુન કપૂર સાથે થયું બ્રેકઅપ

મલાઈકા અરોરા કુમાર સંગાકારા સાથે એવા સમયે જોવા મળી હતી જ્યારે તેનું તાજેતરમાં અર્જુન કપૂર સાથે બ્રેકઅપ થયું હતું. અર્જુને ખુલ્લેઆમ કહ્યું છે કે તે હવે સિંગલ છે, પરંતુ મલાઈકાએ હજુ સુધી આ બાબતે પોતાનું મૌન તોડ્યું નથી. આ પરિસ્થિતિમાં, શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી સાથે તે જોવા મળી અને ડેટિંગની અફવાઓને વેગ આપી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર એક ફેને લખ્યું કે મલાઈકાનો રાજસ્થાન રોયલ્સ ટીમ સાથે કોઈ સંબંધ નથી, છતાં તેનું RR જર્સી પહેરવું અને સંગાકારા સાથે જોવા મળવું એ ચોક્કસપણે કંઈક સૂચવે છે.


રાજસ્થાને મળી પહેલી જીત

રાજસ્થાન રોયલ્સને IPL 2025ની પોતાની પહેલી બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. રાજસ્થાને ચેન્નાઈ સુપર કિંગ્સને 6 રને હરાવીને વર્તમાન સિઝનમાં પોતાની પહેલી જીત નોંધાવી છે. રાજસ્થાનની જીતમાં સૌથી મોટો ફાળો નીતિશ રાણાનો હતો, જેને 36 બોલમાં 81 રનની ધમાકેદાર ઈનિંગ રમીને ધૂમ મચાવી. આ ઈનિંગમાં તેને 10 ચોગ્ગા અને 5 છગ્ગા પણ ફટકાર્યા અને તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો. જવાબમાં, CSK ના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 63 રન બનાવ્યા, પરંતુ તે પોતાની ટીમ માટે વિજય સુનિશ્ચિત કરી શક્યા નહીં.



https://ift.tt/5K7aWZv
from SANDESH | RSS https://ift.tt/iL1I3q2
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ