Shreyas Iyerની ભૂલના કારણે ગ્લેન મેક્સવેલ 'શૂન્ય' પર થયો આઉટ?

ગ્લેન મેક્સવેલની IPL 2025 માં શરૂઆત સારી રહી નથી. પંજાબ કિંગ્સની પહેલી મેચમાં તે 'ગોલ્ડન ડક' પર આઉટ થયો હતો. ગુજરાત ટાઈટન્સના સ્પિન બોલર સાઈ કિશોરે તેને LBW આઉટ કર્યો .

પરંતુ જો તેને DRS લીધો હોત, તો તે બચી ગયો હોત કારણ કે તે આઉટ ન હતો. બીજા છેડે ઉભેલા કેપ્ટન શ્રેયસ ઐયરે પણ મેક્સવેલને રિવ્યૂ માટે કહ્યું ન હતું, પરંતુ મેક્સવેલે જતા સમયે તેની સાથે આ વિશે વાત કરી હતી.

અઝમતુલ્લાહ ઓમરઝાઈના આઉટ થયા પછી ગ્લેન મેક્સવેલ ક્રીઝ પર આવ્યો. 10મી ઓવરના ચોથા બોલ પર, સાઈ કિશોરે મેક્સવેલને આઉટ કર્યો અને સતત 2 બોલમાં 2 વિકેટ લીધી. મેક્સવેલ આ બોલ સમજી શક્યો નહીં અને બોલ સીધો પેડ પર વાગ્યો. જ્યારે અપીલ કરવામાં આવી ત્યારે અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો. પેવેલિયન પરત ફરતી વખતે, મેક્સવેલ શ્રેયસ ઐયર સાથે વાત કરવા માટે રોકાયો અને તેને પૂછ્યું અને રિવ્યૂ ન લેવાનો નિર્ણય લેવામાં આવ્યો. પરંતુ છળથી સ્ક્રીન પર બતાવવામાં આવ્યું કે બોલ વિકેટ ચૂકી ગયો હતો અને ઉપર જઈ રહ્યો હતો. એનો અર્થ એ થયો કે જો DRS લેવામાં આવ્યો હોત તો મેક્સવેલ નોટઆઉટ હોત.


મેક્સવેલ IPLમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનાર બન્યો બેટ્સમેન

ગ્લેન મેક્સવેલે IPLમાં એક શરમજનક રેકોર્ડ નોંધાવ્યો. તે IPLમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનાર બેટ્સમેન બની ગયો છે. તે કુલ 19 વખત શૂન્ય પર આઉટ થયો છે. આ લિસ્ટમાં મુંબઈ ઈન્ડિયન્સનો ખેલાડી રોહિત શર્મા અને આરસીબીનો ભૂતપૂર્વ ખેલાડી દિનેશ કાર્તિક અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. બંને IPLમાં 18-18 વખત શૂન્ય પર આઉટ થયા છે. રોહિત શર્મા IPL 2025 ની પોતાની પહેલી મેચમાં શૂન્ય રને આઉટ થયો હતો.

PBKSએ IPL ઈતિહાસમાં બનાવ્યો બીજો સૌથી મોટો સ્કોર

ગ્લેન મેક્સવેલ શૂન્ય પર આઉટ થઈ ગયો હતો પરંતુ પંજાબ કિંગ્સને તેનો વધુ ભોગ બનવું પડ્યું ન હતું. શશાંક સિંહે 16 બોલમાં 44 રન બનાવીને તેની ભરપાઈ કરી જ્યારે શ્રેયસ ઐયરે 97 રનની કેપ્ટનશીપ ઈનિંગ રમી. પંજાબ કિંગ્સે 243 રનનો વિશાળ સ્કોર બનાવ્યો, જે IPL ઈતિહાસમાં તેમની ટીમનો સૌથી મોટો સ્કોર છે.



https://ift.tt/jrIPqWs
from SANDESH | RSS https://ift.tt/CBns40h
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ