IPL 2025 ની 9મી મેચ ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગિલ IPLમાં 1000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો.
આ રેકોર્ડ માટે તેને ફક્ત 14 રનની જરૂર હતી, જે તેને સરળતાથી પૂર્ણ કરી. આ મેદાન પર ગિલનું પ્રદર્શન ઉત્તમ રહ્યું છે. તેને આઈપીએલમાં અહીં ત્રણ સદી અને ચાર અડધી સદી ફટકારી છે.
શુભમન ગિલના નામે વધુ એક મોટો રેકોર્ડ
શુભમન ગિલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં માત્ર 20 ઈનિંગ્સમાં 1000 રન પૂરા કર્યા. આ સાથે, તે IPLમાં કોઈપણ મેદાન પર 1000 રન બનાવનાર સૌથી ઝડપી ભારતીય બેટ્સમેન બની ગયો છે.
IPL 2025 ની 9મી મેચ ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગિલ IPLમાં 1000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો. આ રેકોર્ડ માટે તેને ફક્ત 14 રનની જરૂર હતી, જે તેને સરળતાથી પૂર્ણ કરી. આ મેદાન પર ગિલનું પ્રદર્શન ઉત્તમ રહ્યું છે. તેને આઈપીએલમાં અહીં ત્રણ સદી અને ચાર અડધી સદી ફટકારી છે.
શુભમન ગિલના નામે વધુ એક મોટો રેકોર્ડ
શુભમન ગિલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં માત્ર 20 ઈનિંગ્સમાં 1000 રન પૂરા કર્યા. આ સાથે, તે IPLમાં કોઈપણ મેદાન પર 1000 રન બનાવનાર સૌથી ઝડપી ભારતીય બેટ્સમેન બની ગયો છે.
શુભમન ગિલ મોટી ઈનિંગ્સ રમવાથી ચૂક્યો
મુંબઈ ઈન્ડિયન્સ સામેની આ મેચમાં શુભમન ગિલ સારા ફોર્મમાં જોવા મળ્યો, પરંતુ તે મોટી ઈનિંગ રમી શક્યો નહીં. તેને 27 બોલમાં 38 રન બનાવ્યા અને પછી પેવેલિયન પરત ફર્યો. એવું લાગતું હતું કે ગિલ બીજી મોટી ઈનિંગ રમશે, પરંતુ 9મી ઓવરમાં, નમન ધીરે હાર્દિક પંડ્યાના બોલ પર તેનો કેચ આઉટ કરાવ્યો, જેનાથી તેની ઈનિંગનો અંત આવ્યો.
https://ift.tt/0hWfZxB
from SANDESH | RSS https://ift.tt/IMox0wE
via IFTTT
0 ટિપ્પણીઓ