Sports: રાજસ્થાન પરાજયની હેટ્રિક ખાળવા મેદાનમાં ઉતરશે, આજે ગુવાહાટીમાં ચેન્નઈ સામે મુકાબલો

આઇપીએલમાં રવિવારે રમાનારા ડબલ હેડરમાં બીજો મુકાબલો પ્રથમ સિઝનની ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ અને પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાશે.

રાજસ્થાનની ટીમ પોતાના બીજા હોમગ્રાઉન્ડ ગુવાહાટીમાં બીજો મુકાબલો રમાશે. પ્રથમ મેચમાં તેનો કોલકાતા નાઇટ રાઇડર્સ સામે પરાજય થયો હતો. સંજૂ સેમસન માત્ર ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રમી રહ્યો છે જેની ટીમના પ્રદર્શન ઉપર પણ અસર પડી છે. રાજસ્થાનની લીગમાં સતત ત્રીજા પરાજયને ખાળવા માટે રમશે. પોઇન્ટ ટેબલમાં પણ રાજસ્થાનની ટીમ છેલ્લા સ્થાને છે. બીજી તરફી સીએસકેની ટીમને લગભગ એક દિવસના અંતરાળમાં જ બીજો મુકાબલો રમવાનો છે. સીએસકેની ટીમે મુંબઇ સામે વિજય અને આરસીબી સામે પરાજયના પરિણામ મેળવ્યા છે. બંને ટીમો વિજયની રિધમ હાંસલ કરવાના તમામ પ્રયાસ કરશે.

ગુવાહાટીની પિચ બેટિંગ માટે અનુકૂળ જણાય છે. જોકે આ ગ્રાઉન્ડમાં સામાન્ય રીતે મેચો હાઇસ્કોરિંગ થતી નથી. રાજસ્થાને છેલ્લી મેચમાં 151નો સ્કોર નોંધાવ્યો હતો જેને કોલકાતાએ આસાનીથી હાંસલ કરી લીધો હતો. પિચનો સરેરાશ સ્કોર 180 રનની આસપાસનો છે. ગુહાવાટીની પિચ ઉપર પ્રથમ દાવમાં પેસ બોલર્સને અને બીજા દાવમાં સ્પિનર્સનો પ્રભાવ રહેશે. આરસીબી સામે ધોનીના બેટિંગ ક્રમ અંગે વિવિધ અટકળો થઇ રહી છે. તેણે 16 બોલમાં આક્રમક 30 રન બનાવ્યા હતા પરંતુ તે સમયે તેની ટીમ વિજયથી ધણી દૂર જતી રહી હતી. અનુભવી બેટ્સમેન જોસ બટલરની ગેરહાજરીના કારણે રાજસ્થાનનીબેટિંગ નબળી પડી છે. સ્પિનર લેતી પિચ ઉપર રાજસ્થાનના બેટ્સમેનો આસાન શિકાર બની શકે છે. સુકાની તરીકે રિયાન પરાગનો બિનઅનુભવ પણ રાજસ્થાનને ભારે પડી રહ્યો છે. પેસ બોલર ખલિલ અહેમદ, ઓફ્ સ્પિનર અશ્વિન તથા રવીન્દ્ર જાડેજા સામે રાજસ્થાનના બેટ્સમેનોની કસોટી થઇ શકે છે. બંને ટીમો બોલિંગ તથા બેટિંગમાંસંઘર્ષ કરી રહી હોવા છતાં મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સનું પલડું ભારે રહેશે.



https://ift.tt/BjQh7p6
from SANDESH | RSS https://ift.tt/0OidDUP
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ