અભિષેક શર્મા નામનું તોફાન હજુ સુધી IPL 2025 માં જોવા મળ્યું નથી. રાજસ્થાન સામેની પહેલી મેચમાં તે 24 રન બનાવીને આઉટ થયો હતો, ત્યારબાદ લખનૌ ટીમ સામેની બીજી મેચમાં તેને ફક્ત 6 રન બનાવ્યા હતા અને આજે ત્રીજી મેચમાં ફરી એકવાર અભિષેક વહેલા પેવેલિયનમાં પાછો ફર્યો છે.
આ વખતે તે કોઈ ભૂલ વગર રન આઉટ થયો છે. નવાઈની વાત એ છે કે જ્યારે તે આઉટ થયો ત્યારે તે નોન-સ્ટ્રાઈક એન્ડ પર હતો. બહાર નીકળ્યા પછી, અભિષેકના ચહેરા પર હતાશા અને નિરાશા સ્પષ્ટ જોવા મળી હતી.
અભિષેક ઈનિંગની પહેલી જ ઓવરમાં આઉટ થઈ ગયો. આ ઓવરના પાંચમા બોલ પર તે રન આઉટ થયો. પહેલો બોલ રમ્યા પછી, અભિષેકે હેડને સ્ટ્રાઈક આપી. હેડે બીજા અને ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. ચોથા બોલ પર 2 રન લીધા. હવે પાંચમા બોલ પર હેડનું બેટ બોલ પર વાગ્યું અને રન માટે દોડ્યો. અભિષેકે રન લેવાની ના પાડી હતી, તે પછી પણ હેડ દોડ્યો કારણ કે સિંગલ લેવાનું સરળ હતું, પરંતુ અભિષેકે ઓછો રસ દાખવ્યો, જેની કિંમત તેને પોતાની વિકેટ ગુમાવીને ચૂકવવી પડી, કારણ કે વિપરાજ નિગમે તેને ડાયરેક્ટ થ્રોથી આઉટ કર્યો.
હૈદરાબાદની ખરાબ શરુઆત
અભિષેકના આઉટ થયા પછી, હૈદરાબાદને સતત ત્રણ મોટા ઝટકાનો સામનો કરવો પડ્યો. ટીમે 25 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી. ત્યારબાદ ચોથી વિકેટ ટ્રેવિસ હેડના રૂપમાં પડી. હેડે 12 બોલમાં 22 રન બનાવ્યા. એવું માનવામાં આવતું હતું કે હૈદરાબાદ 250 થી વધુ રન બનાવશે, પરંતુ દિલ્હીએ શાનદાર બોલિંગ કરી અને 6 ઓવરમાં તેમને 4 મોટા ઝટકા આપ્યા.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
સનરાઈઝર્સ હૈદરાબાદ- ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અનિકેત વર્મા, અભિનવ મનોહર, પેટ કમિન્સ (કેપ્ટન), ઝીશાન અંસારી, હર્ષલ પટેલ, મોહમ્મદ શમી.
દિલ્હી કેપિટલ્સ - જેક ફ્રેઝર-મેકગર્ક, ફાફ ડુ પ્લેસિસ, અભિષેક પોરેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, વિપરાજ નિગમ, મિચેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મોહિત શર્મા, મુકેશ કુમાર.
https://ift.tt/urheckq
from SANDESH | RSS https://ift.tt/ltwMbzP
via IFTTT
0 ટિપ્પણીઓ