Abhishek Sharmaએ મચાવી ધૂમ, હૈદરાબાદ માટે ફટકારી વિસ્ફોટક સદી, તોડ્યા ઘણા રેકોર્ડ

સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડી અભિષેક શર્માએ ધૂમ મચાવી દીધી છે. તેને IPL 2025ની 27મી મેચમાં પંજાબ કિંગ્સ સામે સદી ફટકારી હતી. અભિષેકે માત્ર 40 બોલમાં સદી પૂરી કરીને ઘણા રેકોર્ડ તોડ્યા.

આ ઈનિંગ દરમિયાન તેને છગ્ગા અને ચોગ્ગાનો વરસાદ કર્યો. ટ્રેવિસ હેડે પણ અભિષેકને ખૂબ સપોર્ટ કર્યો. પરંતુ તે 66 રન બનાવીને આઉટ થયો .

અભિષેક પંજાબ કિંગ્સ સામે હૈદરાબાદ માટે ઓપનિંગ કરવા આવ્યો હતો. આ દરમિયાન તેને 55 બોલનો સામનો કરીને 141 રન બનાવ્યા. આ ઈનિંગ દરમિયાન અભિષેકે 14 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા. આ ઈનિંગના આધારે તેને ઘણા રેકોર્ડ તોડ્યા. અભિષેક IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનાર છઠ્ઠો ખેલાડી બની ગયો છે. અભિષેકે માત્ર 40 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી.

IPLમાં સૌથી ઝડપી સદી

30 બોલ - ક્રિસ ગેલ (આરસીબી), 2013

37 બોલ - યુસુફ પઠાણ (આરઆર), 2010

38 બોલ - ડેવિડ મિલર (પંજાબ), 2013

39 બોલ - ટ્રેવિસ હેડ (હૈદરાબાદ) વિ RCB, બેંગલુરુ, 2024

39 બોલ - પ્રિયાંશ આર્ય (પંજાબ) વિ CSK, મુલ્લાપુર, 2025

40 બોલ - અભિષેક શર્મા (હૈદરાબાદ) વિ PBKS, હૈદરાબાદ, 2025


અભિષેક શર્માએ બનાવ્યા આ મોટા રેકોર્ડ

  1. આ મેચમાં, અભિષેક શર્માએ સનરાઈઝર્સ હૈદરાબાદ માટે ત્રીજી સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી. તેને માત્ર 19 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આ પહેલા પણ, અભિષેકે 2024માં મુંબઈ સામે માત્ર 16 બોલમાં ફિફ્ટી ફટકારીને SRH માટે સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ બનાવ્યો હતો.
  2. અભિષેક સંયુક્ત રીતે IPLના ઈતિહાસમાં 20 બોલથી ઓછા સમયમાં સૌથી વધુ અડધી સદી ફટકારનાર બીજો ખેલાડી બન્યો છે. આ લિસ્ટમાં ટોપ પર નિકોલસ પૂરન છે જેને 4 વખત આ કર્યું છે. તેમના પછી જેક ફ્રેઝર-મેકગર્ક, ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માનો નંબર આવે છે, જેને 3-3 વખત આ સિદ્ધિ હાંસલ કરી છે.
  3. અભિષેક હવે IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનાર પાંચમો બેટ્સમેન પણ બની ગયો છે. તેને માત્ર 40 બોલમાં પોતાની સદી પૂરી કરી. સૌથી ઝડપી સદીનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે, જેને 30 બોલમાં સદી ફટકારી હતી.
  4. આ મેચમાં, અભિષેક શર્માએ 141 રન બનાવીને SRH માટે સૌથી વધુ વ્યક્તિગત સ્કોર પણ બનાવ્યો છે.
  5. અભિષેક શર્મા T20માં ભારત માટે એક ઈનિંગમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે.
  6. અભિષેક શર્માએ આ IPLની સૌથી મોટો સિક્સર પણ ફટકારી છે. તેને 106 મીટર લાંબો છગ્ગો ફટકાર્યો છે.
  7. અભિષેક શર્માએ પોતાની ઈનિંગ દરમિયાન 10 છગ્ગા ફટકાર્યા. તે IPLમાં SRH માટે એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડી બની ગયો છે.
  8. આ સિવાય અભિષેક શર્માએ IPLમાં ચોથો સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવ્યો છે. તેને 141 રન બનાવ્યા.



https://ift.tt/EXBIQrT
from SANDESH | RSS https://ift.tt/xQpr6Wt
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ