BCCIએ ઈશાંત શર્મા સામે કરી કડક કાર્યવાહી, મેચ પછી કેમ મળી સજા?

ગુજરાત ટાઈટન્સે IPL 2025માં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને સતત ત્રીજી જીત નોંધાવી. આ મેચમાં ગુજરાતની બોલિંગથી લઈને બેટિંગ સુધી બધું જ શાનદાર હતું.

ગુજરાતે આ મેચ 7 વિકેટથી જીતી હતી, અને વિજય પછી, BCCI એ ગુજરાત ટાઈટન્સના ફાસ્ટ બોલર ઈશાંત શર્મા સામે કડક કાર્યવાહી કરી અને તેને સજા પણ આપી.

BCCI એ ઈશાંત શર્માને શા માટે સજા આપી?

સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ઈશાંત શર્માની બોલિંગ ખાસ ન હતી. ઈશાંત શર્મા મેચનો સૌથી મોંઘો બોલર સાબિત થયો કારણ કે તેને 4 ઓવરમાં 53 રન આપ્યા અને કોઈ વિકેટ મેળવી નહીં. આ મેચમાં ઈશાંતને IPL આચારસંહિતાના ઉલ્લંઘનનો દોષી ઠેરવવામાં આવ્યો હતો, જેના કારણે BCCI એ ફાસ્ટ બોલરને સજા પણ આપી છે. ખરેખર તો એ વાતની પુષ્ટિ થઈ નથી કે ઈશાંતે શું ઉલ્લંઘન કર્યું છે?

IPL દ્વારા જાહેર કરાયેલા એક રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઈશાંત શર્માને આઈપીએલ આચારસંહિતાનું ઉલ્લંઘન કરવાનો દોષી ઠેરવવામાં આવ્યો છે. જેના કારણે ઈશાંત પર તેની મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. ઈશાંતે પણ આ ગુનો સ્વીકારી લીધો છે.


આ સિવાય ઝડપી બોલરના ખાતામાં એક ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેરવામાં આવ્યો છે. ઈશાંત શર્માએ ICC આચાર સંહિતાના કલમ 2.2 હેઠળ લેવલ 1 ના ગુનાનો સ્વીકાર કર્યો અને મેચ રેફરીની સજા સ્વીકારી લીધી.

ઈશાંતનું ખરાબ ફોર્મ

સીઝન 18માં ઈશાંત શર્માનું પ્રદર્શન અત્યાર સુધી કંઈ ખાસ રહ્યું નથી. તે દરેક મેચમાં ખરાબ રીતે હારનો સામનો કરી રહ્યો છે. ઈશાંતને પહેલી મેચમાં રમવાની તક મળી ન હતી. આ પછી, મુંબઈ ઈન્ડિયન્સ સામેની બીજી મેચમાં, ઈશાંતે 2 ઓવરમાં 17 રન આપ્યા. આરસીબી સામેની ત્રીજી મેચમાં, ઈશાંતે 2 ઓવરમાં 27 રન આપીને 1 વિકેટ લીધી. અત્યાર સુધી ઈશાંતે 3 મેચ રમી છે અને તેને ફક્ત 1 વિકેટ મળી છે.



https://ift.tt/m45JYca
from SANDESH | RSS https://ift.tt/mN4laLB
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ