CSKની પાંચમી વખત હાર છતા ધોનીએ IPLમાં બનાવ્યો ઐતહાસિક રેકોર્ડ, જાણો

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 માં ચેન્નાઈ સુપર કિંગ્સનો હારનો સિલસિલો અટકી રહ્યો નથી. ટીમ ફરી એકવાર મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ કોલકાતા નાઈટ રાઇડર્સ સામે રમી. નિયમિત કેપ્ટન રુતુરાજ ગાયકવાડ ઘાયલ થયા અને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા બાદ તેમને ફરીથી ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા. ભલે આ દિગ્ગજ ખેલાડી ટીમનું ભાગ્ય બદલી શક્યો નહીં, પરંતુ તેણે ટુર્નામેન્ટમાં એક નવો રેકોર્ડ ચોક્કસ બનાવ્યો.

એમએસ ધોનીએ ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. ચેન્નઈને પાંચ વખત આઈપીએલ ચેમ્પિયન બનાવનાર આ અનુભવી ખેલાડીએ ત્રીજી વખત ટીમની કમાન સંભાળી. તેમણે 2008 થી 2021 સુધી ફ્રેન્ચાઇઝીની કપ્તાની કરી. 2022 માં, તેમણે રવિન્દ્ર જાડેજાને કેપ્ટનશીપ સોંપી, પરંતુ જાડેજાના ગયા પછી ધોનીએ ફરી કેપ્ટનશીપ સંભાળી હતી.  ધોનીએ 2023 સીઝનના અંત સુધી CSKનું નેતૃત્વ કર્યું અને 2024 સીઝન પહેલા ઋતુરાજ ગાયકવાડને કેપ્ટનશીપ સોંપી.

ધોનીએ લીગના ઇતિહાસમાં સૌથી મોટી ઉંમરના કેપ્ટન તરીકેનો પોતાનો રેકોર્ડ આગળ વધાર્યો છે. તે 42 વર્ષની ઉંમર પછી ટીમની કેપ્ટનશીપ કરનાર પ્રથમ ખેલાડી બન્યો. ધોની, ગિલક્રિસ્ટ અને શેન વોર્ને 41 વર્ષની ઉંમર પછી IPL ટીમોની કેપ્ટનશીપ કરી છે, જ્યારે રાહુલ દ્રવિડે પણ 40 વર્ષની ઉંમરે ટીમની કેપ્ટનશીપ કરી હતી.

ધોની આઈપીએલના ઇતિહાસમાં સૌથી સફળ કેપ્ટનોમાંનો એક છે. રોહિત શર્મા સાથે મળીને, તેમણે ટીમ માટે સંયુક્ત રીતે સૌથી વધુ વખત ખિતાબ જીત્યો છે. CSK એ 2010, 2011, 2018, 2021 અને 2023 માં ટાઇટલ જીત્યું હતું. IPL ના ઇતિહાસમાં, કોઈ પણ ખેલાડીએ ધોની કરતા વધુ મેચોમાં કેપ્ટનશીપ કરી નથી અને કોઈએ તેના કરતા વધુ મેચ જીતી નથી. તેમણે ઘણી વખત ટીમને ફાઈલ સુધી પહોંચાડી છે. 



https://ift.tt/Ut0X9Ti
from SANDESH | RSS https://ift.tt/pCWgyjK
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ