ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને 58 રને હરાવ્યું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 217 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં, રાજસ્થાન શરૂઆતના પરાજયમાંથી બહાર આવી શક્યું નહીં અને 58 રનથી મેચ હારી ગયું.
કેપ્ટન સંજુ સેમસન અને શિમરોન હેટમાયરે ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ યશસ્વી જયસ્વાલ અને નીતિશ રાણા સહિત અન્ય બેટ્સમેન નિષ્ફળ ગયા. હેટમાયરે 32 બોલમાં 52 રનની તોફાની ઈનિંગ રમી.
રાજસ્થાનનું નિરાશાજનક પ્રદર્શન
આ મેચમાં રાજસ્થાન રોયલ્સને 218 રનનો મોટો લક્ષ્યાંક મળ્યો હતો. ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી કારણ કે યશસ્વી જયસ્વાલ અને નીતિશ રાણાએ 12 રનના સ્કોરથી પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. જયસ્વાલ 6 રન બનાવી શક્યો અને નીતિશ ફક્ત 1 રન બનાવી શક્યો. સંજુ સેમસન અને રિયાન પરાગે મળીને 48 રનની પાર્ટનરશિપ કરી, પરંતુ પરાગ 14 બોલમાં 26 રન બનાવીને આઉટ થયો. આ પરિસ્થિતિમાં, જ્યાં ટીમ ધ્રુવ જુરેલ પાસેથી મોટી ઈનિંગ્સની અપેક્ષા રાખી રહી હતી, ત્યાં તેના બેટમાંથી ફક્ત 5 રન જ આવ્યા.
રાજસ્થાનની ટીમ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. આ દરમિયાન સંજુ સેમસન અને શિમરોન હેટમાયરે 48 રનની પાર્ટનરશિપ કરી, પરંતુ જ્યારે ટીમ જીતની આશા રાખવા લાગી ત્યારે સેમસન 41 રન બનાવીને આઉટ થયો.
116 રનના સ્કોર સુધીમાં રાજસ્થાનની અડધી ટીમ પેવેલિયન પરત ફરી ગઈ હતી. આ પછી, હેટમાયર થોડો સમય ક્રીઝ પર રહ્યો, પરંતુ અન્ય બેટ્સમેનો ઝડપથી આવતા રહ્યા અને આઉટ થતા રહ્યા.
હેટમાયરની તોફાની ઈનિંગ ગઈ એળે
ગુજરાત ટાઈટન્સ માટે સાઈ સુદર્શને 53 બોલમાં 82 રન બનાવ્યા અને આ IPL 2025માં તેની ત્રીજી ફિફ્ટી છે. સુદર્શને અમદાવાદમાં સતત પાંચ ફિફ્ટી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બનવાનો રેકોર્ડ બનાવ્યો છે. જવાબમાં, રાજસ્થાન માટે શિમરોન હેટમાયરે 32 બોલમાં 52 રનની ઝડપી ઈનિંગ રમી પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહીં. તમને જણાવી દઈએ કે આ જીત સાથે ગુજરાત હવે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે.
https://ift.tt/QJXC5Dg
from SANDESH | RSS https://ift.tt/NLoaHWf
via IFTTT
0 ટિપ્પણીઓ