Hardik Pandya Jasmin Walia: MIના કપ્તાનની કથિત ગર્લફ્રેન્ડ ટીમ બસમાં જોવા મળી

મુંબઇ ઇન્ડિયન્સના કપ્તાન હાર્દિક પંડ્યાનું નામ જાસ્મીન વાલિયા સાથે લાંબા સમયથી જોડાઇ રહ્યુ છે. ત્યારે બન્ને રિલેશનમાં હોવાની વાત સાચી હોવાના પુરાવા સોમવારે જોવા મળ્યા હતા. કોલકાતા નાઈટ રાઈડર્સને 8 વિકેટે હરાવીને મુંબઈ ઈન્ડિયન્સે જીત મેળવી છે. ત્યારે ખુશીમાં હાર્દિક સાથે જાસ્મીન પણ જોવા મળી હતી. મેચ પૂર્ણ થયા બાદ જાસ્મીન ક્રિકેટરોની બસમાં જોવા મળી હતી.

હાર્દિક પંડ્યા અને જાસ્મીન વાલિયાના સંબંધો કન્ફર્મ થયા?

કોલકાતા નાઈટ રાઈડર્સને 8 વિકેટે હરાવીને મુંબઈ ઈન્ડિયન્સે પોઈન્ટ ટેબલમાં મોટી છલાંગ લગાવી હતી. ટીમ 10મા સ્થાનેથી છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. પોતાની આઈપીએલ ડેબ્યૂ મેચ રમી રહેલા અશ્વિની કુમારે 4 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો અને આઈપીએલ ડેબ્યૂમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બન્યો. હાર્દિક પંડ્યાની કથિત ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયા તેને અને ટીમને ઉત્સાહિત કરવા માટે સ્ટેન્ડમાં હાજર હતી, પરંતુ મેચ પછી તે ટીમ બસમાં પણ જોવા મળી હતી. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સે સોમવારે IPL 2025 ની પોતાની પહેલી મેચ જીતી લીધી. મેચ પછી, તેની કથિત ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયા ટીમ બસમાં જોવા મળી હતી.

જાસ્મીન વાલિયા MI ની ટીમ બસમાં જોવા મળી

IPL મેચ દરમિયાન, ઘણા ખેલાડીઓના પરિવારના સભ્યો પણ સ્ટેડિયમમાં આવે છે. તેમના માટે અલગથી બેસવાની વ્યવસ્થા છે. આઈપીએલ ફ્રેન્ચાઇઝી હોટલથી સ્ટેડિયમ અથવા એરપોર્ટ સુધી મુસાફરી માટે ખેલાડીઓની બસની સાથે ફેમિલી બસની પણ વ્યવસ્થા કરે છે. મુંબઈ ઈન્ડિયન્સની KKR પર મોટી જીત પછી, જાસ્મીન વાલિયા તે બસમાં બેઠેલી જોવા મળી હતી જેમાં ખેલાડીઓનો કોચિંગ સ્ટાફ અથવા ખેલાડીઓના પરિવારના સભ્યો મુસાફરી કરી રહ્યા હતા.

નતાશાથી બાદ હાર્દિકનું નામ જાસ્મીન સાથે જોડાયું

હાર્દિક પંડ્યા અને નતાશા કાયદેસર રીતે અલગ થઈ ગયા છે. આ પછી હાર્દિક પંડ્યાનું નામ જાસ્મીન વાલિયા સાથે જોડાયું. બંને એક જ સમયે ગ્રીસમાં રજાઓના ફોટા શેર કરતા જોવા મળ્યા. આ પછી, જાસ્મિન ઘણી મેચમાં સ્ટેડિયમમાં પણ જોવા મળી હતી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ દરમિયાન જાસ્મીન વાલિયા પણ સ્ટેડિયમમાં પહોંચી હતી.


https://ift.tt/doHJWlZ
from SANDESH | RSS https://ift.tt/jBmM2a5
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ