મંગળવારે પંજાબ કિંગ્સ (PBKS) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાયેલી મેચમાં, CSK ને સતત ચોથી વખત હારનો સામનો કરવો પડ્યો. આ મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રિયાંશ આર્યએ આ મેચમાં 39 બોલમાં સદી ફટકારી... તેણે પોતાની ઇનિંગમાં 9 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા. જવાબમાં, CSK ફક્ત 201 રન બનાવી શક્યું. આ દરમિયાન મેચમાં મહેન્દ્ર સિંહ ધોની બેટિંગ કરવા આવ્યા હતા.
ધોની ફરી ટીમને જીતાડી શક્યો નહીં.
220 રનના ટાર્ગેટમાં, સીએસકેએ શરૂઆતમાં ધીમે બેટિંગ કરી. જોકે, શિવમ દુબે અને કોનવે વચ્ચે સારી મેચ જામી હતી. પરંતુ દુબેની વિકેટ 16મી ઓવરમાં પડી ગઈ. આ પછી મહેન્દ્ર સિંહ ધોની બેટિંગ કરવા આવ્યા. જ્યારે ધોની બેટિંગ કરવા માટે આવ્યા ત્યારે ચેન્નાઈને 25 બોલમાં 69 રન કરવાના બાકી હતા.
ધોનીએ 12 બોલમાં 27 રન બનાવ્યા. આમાં તેણે ત્રણ સિક્સ મારી અને ચોગ્ગો ફટકાર્યો. ફર્ગ્યુસનની 18મી ઓવરમાં ધોનીએ બે છગ્ગા ફટકાર્યા. પરંતુ 20મી અને અંતિમ ઓવરમાં, જ્યારે જીત માટે 6 બોલમાં 28 રનની જરૂર હતી, ત્યારે ધોની પહેલા જ બોલ પર આઉટ થઈ ગયો.
આવી રહી ચેન્નાઈની બેટિંગ
220 રનના ટાર્ગેટમાં ચેન્નાઈ સુપર કિંગ્સની શરૂઆત સારી રહતી. રચિન રવિન્દ્રએ 36 રન બનાવ્યા પરંતુ ગાયકવાડની બેટીંગ કામ ન આવી. રવિન્દ્ર 7મી ઓવરમાં આઉટ થયો હતો. આ પછી ગાયકવાડ એક રન બનાવીને આઉટ થયો. કોનવેએ ફિફ્ટી ફટકારી. પરંતુ દુબે આઉટ થયા પછી, ધોની બેટિંગ કરવા આવ્યો. ધોનીએ 12 બોલમાં 27 રન બનાવ્યા. પરંતુ ચેન્નાઈને જીત અપાવી શક્યા નહીં. ચેન્નાઈ 201 રને અટકી ગયું.
https://ift.tt/XLW8uje
from SANDESH | RSS https://ift.tt/vJjQzLC
via IFTTT
0 ટિપ્પણીઓ