IPL 2025માં જસપ્રીત બુમરાહ રિટર્ન, RCB વિરુદ્ધ મેચ પહેલા MIમાં સામેલ

આઈપીએલ 2025માં જસપ્રિત બુમરાહ પરત ફર્યા છે. મુંબઇ ઇન્ડિયન્સના વિરોધીઓને ગુમરાહ કરવા માટે પરત ફર્યા છે. 7 એપ્રિલે મુંબઇ ઇન્ડિયન્સને પોતાના હોમ ગ્રાઉન્ડ પર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો સામનો કરવાનો છે. પરંતુ તેના પહેલા સારી વાત એ છે કે બુમરાહએ ટીમને જોઇન કરી લીધી છે. આરસીબી વિરુદ્ધ મુંબઇ ઇન્ડિયન્સના પ્લેઇંગ ઇલેવનનો તેઓ ભાગ બની શકશે કે તેમ તેને લઇને હાલમાં પણ સસ્પેન્સ છે.

બુમરાહ IPL 2025માં પોતાની પહેલી મેચ ક્યારે રમશે ?

પીઠની સર્જરી પછી, બુમરાહ BCCI ના સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે પુનર્વસન હેઠળ હતો, જ્યાંથી ગત અહેવાલોમાં જણાવાયુ હતું કે તેનું ટીમ જોઇન કરવા અંગે હજુ પણ સસ્પેન્સ છે. પરંતુ હવે સમાચાર આવ્યા છે કે બુમરાહ મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાઈ ગયો છે. જ્યાં સુધી બુમરાહ મેચ રમવાની વાત છે તો હાલમાં તેને લઇને કોઇ સત્તાવાર માહિતી મળી રહી નથી. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે તેઓ 13 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મેચ રમી શકે છે.

બુમરાહ 2013 થી મુંબઈ ઇન્ડિયન્સ સાથે

જસપ્રીત બુમરાહ 2013થી મુંબઈના પેસ આક્રમણની તાકાત રહ્યો છે. ત્યારથી તેણે મુંબઈ ઈન્ડિયન્સ માટે 133 મેચ રમી છે જેમાં તેણે 165 વિકેટ લીધી છે. પીઠની ઈજાને કારણે બુમરાહ IPL 2023માં રમી શક્યો ન હતો.


સિડની ટેસ્ટમાં ઈજા થઈ હતી

બુમરાહને છેલ્લી ઈજા આ વર્ષે 4 જાન્યુઆરીએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન સિડની ટેસ્ટ દરમિયાન થઈ હતી. તે ઈજાને કારણે બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પણ બહાર થઈ ગયો હતો, જે ટીમ ઈન્ડિયા માટે મોટો ફટકો હતો. બુમરાહ પણ આ જ ઈજાને કારણે IPLની શરૂઆતની મેચોમાં બહાર રહ્યો હતો.

જસપ્રીત બુમરાહને IPL 2025 માટે મુંબઈ ઇન્ડિયન્સે 18 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025 માં અત્યાર સુધીમાં 4 મેચ રમી છે, જેમાંથી તેણે 1 મેચ જીતી છે. અને તે પોઈન્ટ ટેબલમાં 7મા સ્થાને છે.


https://ift.tt/UulTpXj
from SANDESH | RSS https://ift.tt/9kNvs3C
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ