IPL 2025ની વચ્ચે મુંબઈ સાથે દગો! સૂર્યકુમાર છોડશે ટીમનો સાથ? જાણો કારણ

મુંબઈની ઘરેલુ ટીમમાં સક્રિયતા વધી ગઈ છે. યશસ્વી જયસ્વાલના થોડા કલાકો પછી, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા મુંબઈ ટીમ છોડી રહ્યા હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ યશસ્વી જયસ્વાલે મુંબઈ ક્રિકેટ એસોસિએશન પાસેથી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ માંગ્યું હતું, જેથી તેને મુંબઈ છોડીને ગોવા ટીમ માટે રમવાની મંજૂરી મળી શકે. હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી, પરંતુ એવી અટકળો છે કે ભારતની T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ ગોવા ટીમમાં જોડાઈ શકે છે. પરંતુ સૂર્યાએ આ બધી ચર્ચાઓને બકવાસ ગણાવી છે.

સૂર્યકુમારે મુંબઈને આપ્યો દગો!

ગોવા ક્રિકેટ ટીમને તાજેતરમાં રણજી ટ્રોફીની શ્રેષ્ઠ લીગમાં પ્રમોશન મળ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ પ્રમોશન મળ્યા પછી, ગોવા ક્રિકેટ એસોસિએશન (GCA) દેશભરના મોટા ખેલાડીઓનો સંપર્ક કરી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે થોડા દિવસો પહેલા યશસ્વી જયસ્વાલ સાથે વાત થઈ હતી. એવા સમાચાર છે કે ટીમમાં ફેરફાર કરવા અંગે સૂર્યકુમાર યાદવ સાથે હજુ પણ વાતચીત ચાલી રહી છે. આ જ રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે ગોવા ક્રિકેટ એસોસિએશને હૈદરાબાદ ટીમના કેપ્ટન તિલક વર્માનો પણ સંપર્ક કર્યો છે.


મીડિયા સાથે વાત કરતાં, GCA સેક્રેટરી શંભ દેસાઈએ કહ્યું, "અમે દેશભરના ઘણા ખેલાડીઓના સંપર્કમાં છીએ. હું હાલમાં કોઈ ખેલાડીનું નામ આપી શકતો નથી. અમે ટૂંક સમયમાં અન્ય ખેલાડીઓ સાથે કરાર કરીશું." દેસાઈએ એમ પણ કહ્યું કે ગોવા ક્રિકેટ એસોસિએશને 8-10 દિવસ પહેલા યશસ્વી જયસ્વાલનો સંપર્ક કર્યો હતો. ઘણી વિચાર-વિમર્શ પછી, જયસ્વાલે મુંબઈ ક્રિકેટ એસોસિએશન પાસેથી NOC માંગ્યું છે.

સૂર્યાએ કહ્યું બકવાસ

હવે સૂર્યકુમાર યાદવે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ બધા સમાચારોને બકવાસ ગણાવ્યા છે. સોશિયલ મીડિયા પર એક પત્રકાર પર નિશાન સાધતા તેને કહ્યું કે "શું તે પત્રકાર છે કે સ્ક્રિપ્ટ રાઈટર? જો મારે હસવું હોય તો હું કોમેડી ફિલ્મો જોવાનું બંધ કરી દઈશ અને આ લેખો વાંચવાનું શરૂ કરીશ. બિલકુલ બકવાસ."



https://ift.tt/tUqQ6Jx
from SANDESH | RSS https://ift.tt/HEQw0UW
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ