IPL 2025: કોલકાતા નાઈટ રાઇડર્સ હોમ ગ્રાઉન્ડમાં આજે ગુજરાત ટાઇટન્સને આપશે ટક્કર

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 (IPL) સિઝનમાં આજે 39મી કોલકાતાના ઇડન ગાર્ડનમાં રમાશે. આજે 21 એપ્રિલના રોજ હોમ ગ્રાઉન્ડમાં કોલકાતા નાઈટ રાઇડર્સ ગુજરાત ટાઇટન્સ સાથે ટકરાશે. કોલકાતાને તેની છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે આ વખતની આઈપીએલની સીઝનમાં ગુજરાત ટાઈટન્સ શુભમનગીલની કેપ્ટનશીપ હેઠળ જોરદાર પરફોર્મન્સ કરી રહ્યું છે. IPL 2025 માં ગુજરાત ટાઇટન્સ ટીમે અત્યાર સુધીમાં મોટાભાગની મેચમાં જીત મેળવી છે. ત્યારે હવે આજે કોલકાતા ઇડન ગાર્ડનમાં કોની જીત થશે અને કોને કારમી હારનો સામનો કરવો પડશે તે જોવાનું રહેશે.

ગુજરાત ટાઈન્ટસ હોટ ફેવરીટ

ગુજરાત ટાઇટન્સ ટીમ IPL 2025 માં 7 માંથી 5 મેચ જીત મેળવી છે જ્યારે બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત હવે IPL 2025 ની 39મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટકરાશે. કોલકાતાના કેપ્ટન અજિંક્ય રહાણે હોમ ગ્રાઉન્ડ પર વિજયી ટ્રેક પર પાછા ફરવા આજે મહત્વના નિર્ણય લઈ શકે છે. કોલકાતાના ઓપનર ક્વિન્ટન ડી કોકે આ સિઝનમાં સારું પ્રદર્શન કરી શકયા નથી. એક મેચમાં અડધી સદી ફટકારી છે. જેને લઈને રહાણે ક્વિન્ટન ડી કોકેના સ્થાન પર રહેમાનુલ્લાહ ગુરબાઝને તક આપી શકે છે. જ્યારે ગુજરાત ટાઇટન્સે તેની છેલ્લી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે 7 વિકેટે વિજય મેળવતા કેપ્ટન ગિલ જીતનો સિલસિલો જાળવી રાખવા લગભગ પોતાની ટીમમાં કોઈ ફેરફાર નહી કરે. આજે ભલે કોલકાતા નાઈટ ટાઈડર્સ તેના હોમ ગ્રાઉન્ડ પર રમશે પરંતુ ગુજરાત ટાઈટન્સના આ સિઝનમાં સારા પ્રદર્શનના કારણે ક્રિકેટ રસિકોમાં GT વધુ હોટ ફેવરટી છે. શાહરૂખખાનની KKR સેના આ વખતે ફોર્મથી બહાર દેખાય છે.

કોલકાતા નાઈટ રાઈડર્સની સંભવિત ટીમ

ક્વિન્ટન ડી કોક (wk), સુનીલ નારાયણ, અજિંક્ય રહાણે (c), વેંકટેશ અય્યર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, હર્ષિત રાણા, વૈભવ અરોરા, એનરિચ નોર્ટજે, વરુણ ચક્રવર્તી, અંગક્રિશ રઘુવંશી, લવનીથ સિસોદિયા, ચેતન માર્કસ જ્હોન સાકરિયા, મેય સ્પર્ધક, મેયર સ્પેશિયલ અનુકુલ રોય, રોવમેન પોવેલ, મોઈન અલી, મનીષ પાંડે.

ગુજરાત ટાઇટન્સની સંભવિત ટીમ

ટીમઃ સાઈ સુદર્શન, શુભમન ગિલ (c), જોસ બટલર (wk), શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રશીદ ખાન, અરશદ ખાન, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, પ્રસીદ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ, ઈશાંત શર્મા, શેરફેન રધરફોર્ડ, જયંત યાદવ, દાસુન શનાકા, મહોદય સનકા, વોશિંગર, મોહમ્મદ સિરાજ. કુલવંત ખેજરોલિયા, અનુજ રાવત, ગેરાલ્ડ કોએત્ઝી, માનવ સુથાર, કુમાર કુશાગરા, ગુરનૂર બ્રાર, નિશાંત સિંધુ.


https://ift.tt/CNw10QV
from SANDESH | RSS https://ift.tt/Ydg9Wye
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ