ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 ની 36મી મેચમાં, રાજસ્થાન રોયલ્સ લખનૌ સુપર જાયન્ટ્સ સામે 2 રને હારી ગયું. આ હાર બાદ રાજસ્થાન રોયલ્સ પર મેચ ફિક્સિંગનો આરોપ લાગી રહ્યો છે. રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનની એડ-હોક સમિતિના સંયોજક જયદીપ બિહાનીએ આરઆર પર 'મેચ ફિક્સિંગ'નો આરોપ લગાવ્યો છે.
રાજસ્થાન ફ્રેન્ચાઈઝીએ બધા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા
હવે આ સમગ્ર મામલે રાજસ્થાન રોયલ્સ તરફથી પ્રતિક્રિયા આવી છે. RR ફ્રેન્ચાઈઝીએ કહ્યું છે કે જયદીપ બિહાનીના તમામ નિવેદનો પાયાવિહોણા અને ખોટા છે. હવે ફ્રેન્ચાઈઝીએ સ્પોર્ટ્સ કાઉન્સિલના પ્રમુખ નીરજ કે પવન, મુખ્યમંત્રી અને રમતગમત મંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે ભવિષ્યમાં RCA કન્વીનર જયદીપ બિહાની દ્વારા આવા નિવેદનો અટકાવવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે.
જયદીપ બિહાનીએ કર્યા ગંભીર આક્ષેપો
તમને જણાવી દઈએ કે એક મીડિયા ચેનલ સાથેની મુલાકાતમાં જયદીપ બિહાનીએ કહ્યું હતું કે તેમના હોમ ગ્રાઉન્ડ પર, RR ને છેલ્લી ઓવરમાં ફક્ત 9 રનની જરૂર હતી પરંતુ તેઓ છતાં હારી ગયા. આ સમજની બહાર છે અને કંઈક ખોટું છે. બિહાનીએ રાજસ્થાન રોયલ્સના ઈતિહાસનો ઉલ્લેખ કર્યો હતો. તેમને યાદ અપાવ્યું કે 2013માં ટીમના કેટલાક ખેલાડીઓ સ્પોટ ફિક્સિંગમાં સામેલ હતા. આ સિવાય ફ્રેન્ચાઈઝના માલિક રાજ કુન્દ્રા પર સટ્ટાબાજીનો આરોપ હતો. આ કારણે, રાજસ્થાન રોયલ્સ પર 2016 અને 2017 સીઝન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
જયદીપ બિહાનીએ LSG સામેની હારની તપાસની માંગ કરી છે. તેમને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને અન્ય તપાસ એજન્સીઓને આ મામલાની સંપૂર્ણ તપાસ કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે આવી હાર માત્ર ટીમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે, પરંતુ આ રીતે મેચ હારવાથી યુવા ખેલાડીઓનું મનોબળ પણ ખરાબ રીતે તૂટી જાય છે.
રાજસ્થાનનો છેલ્લી ઓવરમાં થયો પરાજય
લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં, રાજસ્થાન રોયલ્સને છેલ્લી ઓવરમાં જીતવા માટે 9 રનની જરૂર હતી. આવેશ ખાન LSG તરફથી બોલિંગ કરી રહ્યો હતો. RR તરફથી ધ્રુવ જુરેલ અને શિમરોન હેટમાયર ક્રીઝ પર હાજર હતા. આવેશ છેલ્લી ઓવરમાં શાનદાર બોલિંગ કરી અને ફક્ત 6 રન આપ્યા અને લખનૌની ટીમે તે મેચ 2 રનથી જીતી લીધી.
https://ift.tt/Pw4cYuF
from SANDESH | RSS https://ift.tt/JaYDvQ2
via IFTTT
0 ટિપ્પણીઓ