IPL માં દરેક મેચ રોમાંચક હોય છે. દરેક મેચ ક્રિકેટ ફેન્સ માટે તે રોલર કોસ્ટર રાઈડ જેવી હોય છે. IPL 2025 માં, મુંબઈ ઈન્ડિયન્સ અને વિનાશક બેટ્સમેનોની સેના ધરાવતા સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે થશે. જ્યારે બંને ટીમો મેદાનમાં ઉતરશે, ત્યારે માત્ર એક ઉચ્ચ સ્કોરિંગ મેચની અપેક્ષા જ નહીં, પરંતુ મેચ સંબંધિત એક મોટી આગાહી પર પણ નજર રહેશે.
ક્રિકેટના 'બાબા વેંગા' સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર ડેલ સ્ટેને જાહેરાત કરી હતી કે સનરાઈઝર્સ હૈદરાબાદ 17 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ સામે 300 રનનો સ્કોર પાર કરશે. તેને સોશિયલ મીડિયા પર લખ્યું છે કે એક નાની ભવિષ્યવાણી. 17 એપ્રિલે આપણે આઈપીએલમાં પહેલા 300 રન જોઈશું. કોણ જાણે, કદાચ હું પણ તેને જોવા માટે ત્યાં હાજર રહીશ. 17 એપ્રિલે મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે આઈપીએલમાં ફક્ત એક જ મેચ છે. એનો અર્થ એ કે તેમનો સંકેત આ તરફ હતો. પરંતુ 17 એપ્રિલે તો 300 રન ના બન્યા પણ 23 એપ્રિલે ફરી સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ છે, ત્યારે આ ભવિષ્યવાણી સાચી પડવાની શક્યતા છે.
મુંબઈ સામે 300 રન બનાવી શકશે હૈદરાબાદ?
મુંબઈ ઈન્ડિયન્સ સામે સનરાઈઝર્સ હૈદરાબાદનો બેસ્ટ સ્કોર 3 વિકેટે 277 રન છે, જે તેને ગયા સીઝનમાં 27 માર્ચે હૈદરાબાદમાં બનાવ્યો હતો. બીજી તરફ, વાનખેડે સ્ટેડિયમમાં બેસ્ટ સ્કોર રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુનો છે, જે તેને 10 મે, 2015 ના રોજ મુંબઈ ઈન્ડિયન્સ સામે બનાવ્યો હતો. હૈદરાબાદ સ્ટેડિયમ નાનું છે, પરંતુ 300 રન બનાવવાની શક્યતા ઓછી છે. આ સિઝન અત્યાર સુધી હૈદરાબાદના ખેલાડીઓ માટે ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. એમાં કોઈ શંકા નથી કે હૈદરાબાદ પાસે અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન જેવા ઘણા મજબૂત બેટ્સમેન છે, જ્યારે મુંબઈ પાસે જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ તેમજ હાર્દિક પંડ્યા જેવા મજબૂત બોલરો છે.
IPL ઈતિહાસમાં ટોપના 5 ટીમ સ્કોર્સ
સનરાઈઝર્સ હૈદરાબાદ: 287/3 Vs RCB (15 એપ્રિલ, 2024, બેંગલુરુ)
સનરાઈઝર્સ હૈદરાબાદ: 286/6 Vs RR (23 માર્ચ, 2025, હૈદરાબાદ)
સનરાઈઝર્સ હૈદરાબાદ: 277/3 Vs MI(27 માર્ચ, 2024, હૈદરાબાદ)
કોલકાતા નાઈટ રાઈડર્સ: 272/7 Vs DC (3 એપ્રિલ 2024, વિશાખાપટ્ટનમ)
સનરાઈઝર્સ હૈદરાબાદ: 266/7 Vs DC (20 એપ્રિલ, 2024, દિલ્હી)
સનરાઈઝર્સ હૈદરાબાદને રોકવા માટે મુંબઈ પાસે રસ્તા
વિકેટ લઈને દબાણ બનાવવાની જરૂર છે: મુંબઈ ઈન્ડિયન્સ પહેલા બોલિંગ કરે કે પછી, તેમને કોઈપણ કિંમતે શરૂઆતમાં વિકેટ લેવી પડશે. ટ્રેવિસ હેડને બ્લુ જર્સી ગમે છે અને KKR વતી રમતી વખતે પેટ કમિન્સે મુંબઈ સામે 14 બોલમાં અડધી સદી પણ ફટકારી છે. ઈશાન કિશન આ ટીમનો ભાગ હતો. જો મુંબઈ શરૂઆતમાં જ ઓપનરોને આઉટ કરે તો હૈદરાબાદને રોકી શકાય છે.
ફિલ્ડિંગમાં ચમત્કાર - હાલમાં, IPLમાં ઘણા બધા કેચ છોડાઈ રહ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સે વધુ સાવધ રહેવું પડશે. આપણે આશા રાખવી પડશે કે તેમનો કોઈ પણ ખેલાડી કેચ છોડે નહીં. જો કેચ ચૂકી જાય તો ડેલ સ્ટેનની આગાહી સાચી ન પડે પણ હૈદરાબાદ 250 રન બનાવવા માટે ટેવાઈ ગયું છે.
જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટનું તૂફાન
જો જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ વિકટે લે છે, તો 300 રનનું સ્વપ્ન જોતી ટીમ 100 રનથી પણ ઓછા રનમાં પડી શકે છે. આ ઉપરાંત હાર્દિક પંડ્યાએ કેપ્ટન તરીકે પણ સારી બોલિંગ કરવી પડશે.
https://ift.tt/Vp65kxj
from SANDESH | RSS https://ift.tt/UX8hZMC
via IFTTT
0 ટિપ્પણીઓ