IPLમાં આજે KKR vs LSG અને પંજાબ PBKS vs CSK વચ્ચે ટક્કર

IPL 2025માં આજે બે મેચો રમવાની છે. દિવસની પ્રથમ મેચમાં, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ટકરાશે. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ભારતીય સમય અનુસાર બપોરે 3.30 કલાકે મેચ શરૂ થશે. કોલકાતા અને લખનૌ બંનેએ આ સિઝનમાં ચાર મેચ રમી છે અને બેમાં જીત મેળવી છે. આ મેચમાં અજિંક્ય રહાણે KKRની કેપ્ટનશીપ કરશે જ્યારે ઋષભ પંત લખનૌની ટીમની કમાન સંભાળશે.

વરુણ અને નરેનની સ્પિન ફરી શરૂ થશે!

કોલકાતા અને લખનૌ વચ્ચેની મેચ અગાઉ 6 એપ્રિલે યોજાવાની હતી, પરંતુ તહેવારોને કારણે આ મેચની તારીખ બદલવામાં આવી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચમાં KKRએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. વેંકટેશ અય્યર, અંગક્રિશ રઘુવંશી, અજિંક્ય રહાણે અને રિંકુ સિંહે તે મેચમાં શાનદાર બેટિંગ કરી હતી.

ક્વિન્ટન ડી કોક અને આન્દ્રે રસેલ સનરાઇઝર્સ સામે નિષ્ફળ ગયા પરંતુ તેઓ હવે ફોર્મમાં પાછા ફરવા માંગશે. ઝડપી બોલર વૈભવ અરોરા અને હર્ષિત રાણા પાસેથી ફરી એકવાર શાનદાર શરૂઆતની અપેક્ષા રાખવામાં આવશે. મોઈન અલી, સુનીલ નારાયણ અને વરુણ ચક્રવર્તી પણ ધીમી પીચ પર પોતાનો જાદુ ચલાવવા માટે આતુર હશે.

લખનૌ સુપર જાયન્ટ્સ પાસે દિગ્વેશ સિંહ રાઠી, રવિ બિશ્નોઈ અને એમ. સિદ્ધાર્થના રૂપમાં સારા સ્પિન વિકલ્પો પણ છે. ફાસ્ટ બોલિંગ યુનિટમાં શાર્દુલ ઠાકુર, અવેશ ખાન અને આકાશ દીપ જેવા બોલરોનો સમાવેશ થાય છે. LSG માટે નિકોલસ પૂરન અને મિશેલ માર્શે શાનદાર બેટિંગ કરી છે. આ સાથે જ એડન માર્કરામ, ડેવિડ મિલર, આયુષ બદોની અને અબ્દુલ સમદ કોઈપણ હુમલાને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. જોકે, કેપ્ટન રિષભ પંતનું ફોર્મ ચિંતાનો વિષય છે. પંત ફોર્મમાં પરત ફરવા માટે બેતાબ રહેશે.

ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં અત્યાર સુધીમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે 5 મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન લખનૌ સુપર જાયન્ટ્સે 3 મેચ જીતી હતી જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સે 2 મેચ જીતી હતી. ગત સિઝનમાં બંને ટીમો વચ્ચે બે મેચ રમાઈ હતી, જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો વિજય થયો હતો.

કોલકાતા નાઈટ રાઈડર્સના સંભવિત પ્લેઈંગ-11: ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), સુનીલ નારાયણ, અંગક્રિશ રઘુવંશી, અજિંક્ય રહાણે (કેપ્ટન), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, રમનદીપ સિંહ, આન્દ્રે રસેલ, મોઈન અલી, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા.

લખનૌ સુપર જાયન્ટ્સના સંભવિત પ્લેઈંગ-11: મિશેલ માર્શ, એડન માર્કરામ, નિકોલસ પૂરન, રિષભ પંત (કેપ્ટન/વિકેટકીપર), આયુષ બદોની, ડેવિડ મિલર, અબ્દુલ સમદ, રવિ બિશ્નોઈ, દિગ્વેશ સિંહ રાઠી, અવેશ ખાન, શાર્દુલ ઠાકુર.

દિવસની બીજી મેચ પંજાબ કિંગ્સ (PBKS) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાશે. મેચ મહારાજા યાદવિન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, ન્યૂ ચંદીગઢ (મુલ્લાનપુર) ખાતે ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. આ મેચમાં શ્રેયસ અય્યર પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરશે. CSKની કમાન રુતુરાજ ગાયકવાડના હાથમાં રહેશે. વર્તમાન સિઝનમાં પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ બંનેએ બે-બે મેચ જીતી છે. જો કે, પંજાબે માત્ર ત્રણ મેચ રમી છે, જ્યારે ચેન્નાઈની ટીમ ચાર મેચ રમી છે.

સીએસકે આ સિઝનમાં લક્ષ્યનો પીછો કરતી વખતે હારની હેટ્રિક પૂરી કરી છે. જ્યારે પંજાબ કિંગ્સે તેની છેલ્લી મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR) સામે હોમ ગ્રાઉન્ડ પર હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, વર્તમાન ફોર્મ તેમજ કાગળ પર, શ્રેયસ અય્યરની ટીમ CSK કરતા વધુ સંતુલિત લાગે છે. છેલ્લી ઓવરોમાં ધોનીની હાજરી ‘યલો બ્રિગેડ’ માટે વરદાન સાબિત થતી હતી, પરંતુ આ સિઝનમાં માહી તેની ચમક ગુમાવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જો કે, ધોની આજે પણ તેના પ્રશંસકોના દિલ પર રાજ કરે છે અને જ્યારે પણ તે મેદાન પર આવે છે ત્યારે હર્ષોલ્લાસ થાય છે.

વિપક્ષી ટીમો CSK સામે પ્રથમ બેટિંગ કરવાનો પ્રયાસ કરે છે અને 180 થી ઉપરનો સ્કોર કરે છે, એ જાણીને કે ચેન્નાઈની ટીમ માટે રનનો પીછો મુશ્કેલ છે. ચેન્નાઈની ટીમ રન ચેઝ દરમિયાન શિવમ દુબે પર આધાર રાખે છે, પરંતુ તે આ સિઝનમાં તેટલું સારું પ્રદર્શન કરી શક્યો નથી. CSKનો ટોપ ઓર્ડર પણ સારો દેખાવ કરી રહ્યો નથી, જ્યારે ટીમના ખેલાડીઓ મધ્ય ઓવરોમાં ઝડપથી રન બનાવી શકતા નથી. દિલ્હી સામેની મેચમાં પણ આ જોવા મળ્યું હતું.


https://ift.tt/GLfCWEZ
from SANDESH | RSS https://ift.tt/EkvX6pG
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ