લખનૌ સુપર જાયન્ટ્સ સામે જીતેલી મેચ હાર્યા બાદ રાજસ્થાન રોયલ્સ પર મેચ ફિક્સિંગનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ મેચમાં રાજસ્થાનને જીતવા માટે છેલ્લી ઓવરમાં 9 રનની જરૂર હતી, પરંતુ અવેશ ખાનની આ ઓવરમાં ટીમ ફક્ત 6 રન જ બનાવી શકી. આ સતત બીજી વખત હતું જ્યારે રાજસ્થાન પોતાની જીતેલી મેચ હારી ગયું. રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનની એડ-હોક કમિટીના કન્વીનર જયદીપ બિહાનીએ સંજુ સેમસનની કેપ્ટનશીપવાળી રાજસ્થાનની ટીમ પર મેચ ફિક્સિંગનો આરોપ લગાવ્યો છે.
રાજસ્થાન રોયલ્સ સતત બીજી વખત જીતેલી મેચ હારી ગયું
આ મેચમાં ઈજાના કારણે બહાર રહેલા સંજુ સેમસનના સ્થાને રિયાન પરાગ કેપ્ટન હતો. આ મેચમાં 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને ડેબ્યૂ કરવાની તક મળી. 181 રનનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન ટીમે શાનદાર શરૂઆત કરી, જેમાં વૈભવ અને યશસ્વી જયસ્વાલે પ્રથમ વિકેટ માટે 85 રનની ભાગીદારી નોંધાવી. રાજસ્થાનને 9મી ઓવરના ચોથા બોલ પર વૈભવના રૂપમાં પહેલો ઝટકો લાગ્યો. વૈભવે પોતાની ડેબ્યૂ મેચમાં 20 બોલમાં 34 રન બનાવ્યા હતા.
રાજસ્થાનને જીતવા માટે ૧૮ બોલમાં ૨૫ રનની જરૂર હતી, યશસ્વી ૭૪ રન બનાવીને રમી રહ્યો હતો અને રિયાન પરાગ ૩૮ રન બનાવીને રમી રહ્યો હતો. અવેશ ખાને 18મી ઓવરના પહેલા બોલ પર યશસ્વી જયસ્વાલને બોલ્ડ કર્યો હતો. તે જ ઓવરના છેલ્લા બોલ પર તેણે કેપ્ટન પરાગને LBW આઉટ કર્યો. અવેશ આ ઓવરમાં ફક્ત 5 રન બનાવ્યા. રાજસ્થાનને છેલ્લી ઓવરમાં જીતવા માટે 9 રનની જરૂર હતી પરંતુ તેઓ 2 રનથી હારી ગયા. આ પહેલા પણ, રાજસ્થાન 16 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામે જીતેલી મેચ હારી ગયું હતું.
તે મેચમાં પણ રાજસ્થાનને જીતવા માટે છેલ્લી ઓવરમાં ફક્ત 9 રનની જરૂર હતી પરંતુ ટીમ ફક્ત 8 રન જ બનાવી શકી. આ પછી, સુપર ઓવરમાં, રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરી અને 11 રન બનાવ્યા, જે દિલ્હીએ ફક્ત 4 બોલમાં હાંસલ કરીને જીત મેળવી.
https://ift.tt/bvs651M
from SANDESH | RSS https://ift.tt/hSvVBTE
via IFTTT
0 ટિપ્પણીઓ