રવિવારે એક રોમાંચક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 12 રને હરાવ્યું. પરંતુ જ્યાં સુધી કરુણ નાયર ક્રીઝ પર હતો ત્યાં સુધી દિલ્હી જીતતું જોવા મળ્યું હતું પરંતુ તેના આઉટ થયા પછી, સ્થિતિ બદલાઈ ગઈ.
મેચ દરમિયાન કરુણ નાયર અને જસપ્રીત બુમરાહ વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. ફેન્સ આ બધા માટે બુમરાહને દોષી ઠેરવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ફેન્સ મુંબઈ ઈન્ડિયન્સને ટ્રોલ કરી રહ્યા છે.
કરુણ નાયરની ધમાકેદાર ઈનિંગ
કરુણ નાયરે 40 બોલમાં 5 છગ્ગા અને 12 ચોગ્ગાની મદદથી ઝડપી 89 રન બનાવ્યા, તે એક ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમી રહ્યો હતો. તેને વિશ્વના સૌથી ખતરનાક બોલરોમાંના એક જસપ્રીત બુમરાહના બોલ પર ક્લાસિક શોટ્સ પણ રમ્યા. મેચ દરમિયાન કરુણ નાયરનો બુમરાહ અને રોહિત સાથે ઝઘડો થયો હતો, રોહિતની પ્રતિક્રિયા ફની હતી પણ જસપ્રીત બુમરાહ ખૂબ ગુસ્સામાં જોવા મળ્યો હતો. હાર્દિક પંડ્યાને પણ વચ્ચે પડવું પડ્યું, તે કરુણ નાયરને કંઈક સમજાવતો જોવા મળ્યો.
જસપ્રીત બુમરાહ સોશિયલ મીડિયા પર થયો ટ્રોલ
ફેન્સ માને છે કે આ દલીલમાં બધો વાંક જસપ્રીત બુમરાહનો છે, કારણ કે તે જ ગુસ્સામાં કરુણ નાયર તરફ આગળ વધી રહ્યો હતો. તેને જ આ મામલો લંબાવ્યો. ફેન્સ કહી રહ્યા છે કે બોલિંગમાં કરુણ દ્વારા માર ખાધા બાદ બુમરાહની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી હતી, જેના કારણે તે દલીલમાં ફસાઈ ગયો હતો.
ઘરેલુ ક્રિકેટમાં કરુણનું પ્રદર્શન તાજેતરમાં શાનદાર રહ્યું છે. એવું માનવામાં આવે છે કે કરુણને ઈંગ્લેન્ડમાં યોજાનારી ટેસ્ટ સિરીઝ માટે ટીમમાં પસંદ કરવામાં આવી શકે છે. કરુણ નાયરને IPL મેગા ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.
કર્ણ શર્મા બન્યો જીતનો હીરો
કરુણ નાયર ક્રીઝ પર હતા ત્યાં સુધી દિલ્હી જીત તરફ આગળ વધી રહ્યું હતું પરંતુ તે આઉટ થતાં જ મુંબઈ ઈન્ડિયન્સનો દબદબો રહ્યો. કરણ શર્માએ અભિષેક પોરેલ, કેએલ રાહુલ અને ટ્રિસ્ટન સ્ટબ્સના રૂપમાં 3 મહત્વપૂર્ણ વિકેટ લીધી, જેના માટે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સનો આ પહેલો પરાજય છે. આ જીત બાદ, મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં 7મા સ્થાને પહોંચી ગયું છે.
https://ift.tt/1M3LSJQ
from SANDESH | RSS https://ift.tt/gZKTht3
via IFTTT
0 ટિપ્પણીઓ