KL Rahulએ રચ્યો ઈતિહાસ, આ મામલે વોર્નર અને કોહલીને છોડ્યા પાછળ

22 એપ્રિલના રોજ, કેએલ રાહુલે શાનદાર બેટિંગ કરી અને અડધી સદી ફટકારી. તેને ૫૧ રન બનાવતાની સાથે જ એક મહાન સિદ્ધિ હાંસલ કરી. તે IPLના ઈતિહાસમાં સૌથી ઝડપી 5000 રન બનાવનાર ખેલાડી બન્યો. તેને આ મામલે વિરાટ કોહલી અને ડેવિડ વોર્નરને પાછળ છોડી દીધા.

સૌથી ઝડપી 5000 રન બનાવવાનો રેકોર્ડ રાહુલના નામે

IPLના ઈતિહાસમાં સૌથી ઝડપી 5000 રન બનાવવાનો રેકોર્ડ હવે KL રાહુલના નામે છે. આ પહેલા આ રેકોર્ડ ડેવિડ વોર્નરના નામે હતો, જેને 135 ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. પરંતુ રાહુલે માત્ર 130 ઈનિંગ્સમાં 5000 રન પૂરા કર્યા અને આ રેકોર્ડ તોડ્યો.

જાણો કોણ છે આ લિસ્ટમાં સામેલ

આ લિસ્ટમાં ત્રીજા સ્થાને વિરાટ કોહલી છે, જેને 157 ઈનિંગ્સમાં 5000 રન બનાવ્યા હતા. ચોથા નંબર પર એબી ડી વિલિયર્સ છે, જેને 161 ઈનિંગ્સમાં આ આંકડો પાર કર્યો હતો, જ્યારે શિખર ધવને 168 ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.


રાહુલે દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપની ઓફર નકારી

કેએલ રાહુલે આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને સતત રન બનાવીને ટીમને મજબૂત શરૂઆત અપાવી છે. એક સમય એવો હતો જ્યારે ચર્ચા હતી કે તેમને દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ સોંપવામાં આવી શકે છે, પરંતુ રાહુલે પોતે આ ઓફરને નકારી કાઢી હતી.

કેપ્ટનશીપનો બોજ લેવાને બદલે, તેને ફક્ત બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને અક્ષર પટેલની કેપ્ટનશીપ હેઠળ ખેલાડી તરીકે રમવાનું નક્કી કર્યું. આ નિર્ણય તેના માટે ખૂબ જ સફળ સાબિત થયો છે, કારણ કે તેને પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે અને ટીમ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે.



https://ift.tt/fohKJgI
from SANDESH | RSS https://ift.tt/GzARMD3
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ