IPL 2025 ની 30મી મેચ આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે લખનૌના એકાના સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે લખનૌને 5 વિકેટે હરાવ્યું. લખનૌએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 166 રન બનાવ્યા. કેપ્ટન રિષભ પંતે 63 રન બનાવ્યા. ચેન્નાઈ તરફથી રવિન્દ્ર જાડેજા અને મથિશા પથિરાનાએ 2-2 વિકેટ લીધી. ખલીલ અહેમદ અને અંશુલ કંબોજે એક-એક વિકેટ લીધી હતી. લખનૌના સ્કોરના જવાબમાં, ચેન્નાઈએ 167 રનનો લક્ષ્યાંક 19.3 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો. ચેન્નાઈ તરફથી શિવમ દુબેએ અણનમ 43 રનની ઈનિંગ રમી. રચિન રવિન્દ્રએ 37 રન અને શેખ રશીદે 27 રનનું યોગદાન આપ્યું. જ્યારે એમએસ ધોનીએ 11 બોલમાં 26 રન બનાવીને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
https://ift.tt/BLS67gc
from SANDESH | RSS https://ift.tt/uHF54LI
via IFTTT
0 ટિપ્પણીઓ