લખનૌ સુપર જાયન્ટ્સના હાથે મુંબઈ ઈન્ડિયન્સની હાર બાદ કેપ્ટન હાર્દિક પંડ્યા પોતાની લાગણીઓને કાબૂમાં રાખી શક્યો નહીં. સિઝનમાં ત્રીજી હારથી નિરાશ થયેલા કેપ્ટન પંડ્યા મેચ બાદ ભાવુક દેખાતા હતા, તેમનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે નિરાશ થઈને મોઢું નીચું કરીને ઉભો છે. એવું લાગે છે કે તે રડી રહ્યો છે.
શુક્રવારે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા લખનૌએ મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 204 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મિચેલ માર્શ (60) અને એઈડન માર્કરામ (53)એ સારી ઈનિંગ્સ રમી હતી. હાર્દિક પંડ્યાએ બોલિંગમાં ઈતિહાસ રચ્યો હતો, તે IPLમાં 5 વિકેટ લેનારો પ્રથમ કેપ્ટન બન્યો હતો. બેટિંગમાં મુંબઈની શરૂઆત સારી રહી ન હતી, ટીમે 17 રનમાં બંને ઓપનરો (વિલ જેક્સ, રેયાન રિકલ્ટન)ની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી નમન ધીર (24 બોલમાં 46 રન) અને સૂર્યકુમાર યાદવે ઇનિંગ્સને સંભાળી લીધી અને મુંબઈ માટે મેચ જીતી લીધી. સૂર્યકુમારે 43 બોલમાં 67 રન બનાવ્યા હતા.
હારી ગયા બાદ રડવા લાગ્યા હાર્દિક પંડ્યા
ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવેલા તિલક વર્માએ 25 રન બનાવ્યા પરંતુ આ માટે તેણે 23 બોલ રમ્યા અને તે મોટા શોટ ફટકારવામાં નિષ્ફળ રહ્યો. આ પછી તેને નિવૃત્ત કરવામાં આવ્યો અને 19મી ઓવરમાં તેને આઉટ કરવામાં આવ્યો. હાર્દિક પંડ્યાએ 16 બોલમાં અણનમ 28 રન ફટકાર્યા હતા પરંતુ તે જીતી શક્યો નહોતો. આ હારથી નિરાશ હાર્દિક પંડ્યા મેચ બાદ ભાવુક જોવા મળ્યો હતો. તેની એક તસ્વીર વાયરલ થઈ રહી છે, જેમાં તે નિરાશ થઈને ઉભો છે. હાર્દિક પંડ્યા રડી રહ્યો હોવાનું ચાહકો અનુમાન લગાવી રહ્યા છે.
આ હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠાથી સાતમા ક્રમે પહોંચી ગઈ છે જ્યારે લખનૌ સાતમાથી છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. 4 મેચમાં મુંબઈની આ ત્રીજી હાર છે, ટીમ તેના હોમ ગ્રાઉન્ડ (વાનખેડે) પર KKR સામે માત્ર એક જ મેચ જીતી શકી છે.
https://ift.tt/1XbcBx7
from SANDESH | RSS https://ift.tt/UwHDNTM
via IFTTT
0 ટિપ્પણીઓ