IPL 2025ની 12મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો વાનખેડે સ્ટેડિયમ ખાતે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ સામે થયો હતો. આ મેચમાં મુંબઈએ 8 વિકેટના મોટા અંતરથી જીત મેળવી અને 2 મહત્વપૂર્ણ પોઈન્ટ મેળવ્યા. જોકે આ મેચમાં પણ રોહિત શર્માનો ફ્લોપ શો જોવા મળ્યો. મેચ પછી મુંબઈ ઇન્ડિયન્સ ફ્રેન્ચાઇઝીના માલિક નીતા અંબાણી અને ટીમના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા વાત કરતા જોવા મળ્યા. આ સમય દરમિયાન નીતા અંબાણી થોડી ગંભીર દેખાઈ રહ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
નીતા અંબાણી-રોહિત દેખાયા ગંભીર
રોહિત શર્માનું ખરાબ ફોર્મ મુંબઈ ઇન્ડિયન્સ માટે ચિંતાનો વિષય છે. ત્રણ મેચમાં રોહિતે ફક્ત 21 રન જ બનાવ્યા. પહેલી મેચમાં રોહિત CSK સામે ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. KKR સાથે રમાયેલી મેચ પછી નીતા અંબાણી અને રોહિત શર્મા વાત કરતા જોવા મળ્યા જોકે તેઓ કયા વિષય પર વાત કરી રહ્યા હતા તે જાણી શકાયું નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મુંબઈ ઇન્ડિયન્સને પહેલી જીત
મુંબઈ ઈન્ડિયન્સે સીઝન 18માં અત્યાર સુધીમાં ત્રણ મેચ રમી છે. પહેલી મેચ હાર્દિક પંડ્યાની ટીમે ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે રમી હતી. જેમાં ટીમને 4 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી બીજી મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સનો સામનો ગુજરાત ટાઇટન્સ સાથે થયો હતો. આ મેચમાં મુંબઈને 36 રને હારનો સામનો કરવો પડ્યો. જ્યારે ત્રીજા મેચમાં મુંબઈને પહેલો વિજય મળ્યો.
KKR સામે મુંબઈની શાનદાર બોલિંગ
કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મુંબઈ ઈન્ડિયન્સે શાનદાર બોલિંગનું પ્રદર્શન કર્યું. મેચમાં KKR એ ફક્ત 45 રનમાં તેના 5 મોટા ખેલાડીઓની વિકેટ ગુમાવી દીધી. જેના કારણે આ મેચમાં પ્રથમ બેટિંગ કરતી KKR ની ટીમ 16.2 ઓવરમાં 116 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. મુંબઈ તરફથી બોલિંગ કરતી વખતે અશ્વિની કુમારે સૌથી વધુ 4 વિકેટ લીધી. આ ઉપરાંત દીપક ચહરે 2 વિકેટ લીધી.
https://ift.tt/APkw07z
from SANDESH | RSS https://ift.tt/BSwtJKf
via IFTTT
0 ટિપ્પણીઓ